ક્રિકેટમાં કૌંભાડ : આંતરરાજય લેવલે રમી ચુકેલી મહિલા ક્રિકેટર ઝડપાઇ

| Updated: January 28, 2022 3:01 pm

રણજી ટ્રોફી મેચ રમાડવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવનાર મહિલા ક્રિકેટરને સુરત પોલીસે ઝડપી પાડી છે. પોલીસે તેની પુછપરછ કરતા 20થી વધુ લોકો સાથે 45 લાખથી વધુની ઠગાઇ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરના કહેવા મુજબ આ સમગ્ર કૌંભાડમાં મોટા માથાઓના નામ ખુલે તેવી પુરેપુરી શકયતા છે, તે દિશામાં સઘન તપાસ ચાલી રહી છે.

વિગતો એવી છે કે નવસારીના ચીખલીના વતની અને સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા ભાવિક નામના યુવક સાથે ઠગાઇ થઈ હતી. રણજી ટ્રોફી મેચ રમાડવાની લાલચ આપીને ભાવિક પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા હતા…થોડાક સમય પહેલા ભાવેશ યુપી ખાતે મેચ રમવા ગયેલા ત્યારે મહિલા ક્રિકેટર સપના રંધવા ની મુલાકાત કરી હતી … સપના રંધવા હિમાચલ પ્રદેશ ની ક્રિકેટ ટિમ ની મહિલા ક્રિકેટર છે આ મહિલા ક્રિકેટર ઘણી આતંરાજ્ય મેચ પણ રમી ચુકી છે.

રણજી ટ્રોફીના નામે 20થી વધુ લોકો સાથે 45 લાખથી વધુની ઠગાઇ કરી

શરૂઆત ના તકકબામાં મહિલા ક્રિકેટર સપના રંધવાએ સુરતના ભાવિક પાસેથી રૂ 12.50 લાખ લીધા હતા એટલું નહિ પણ કુલ 20 જેટલા લોકો પાસેથી 45લાખ રૂપિયા પડાવ્યા હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનો પોલીસ કમિશનરે ખુલાસો છે .એકપણ મેચ નહીં રમાડતા ભાવિકે સુરત ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ આપી હતી. બનાવ ને પગલે હાલ તો સુરત ઇકો સેલ દ્વારા મહિલા ક્રિકેટર સપનાના ધરપકડ કરી ને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે ..જોકે એકેડમી અને ક્રિકેટ જગત સાથે સંકળાયેલા મોટા માથાઓના નામ ખુલે તેવી શકયતા સેવાઇ રહી છે …જોકે સુરત પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે મહિલા ક્રિકેટર સપના રંધવા ની સુરત પોલીસે ધરપકડ કરી છે જોકે આ કેસમાં અન્ય લોકોની પણ સંડોવણી સામે આવી છે ત્યારે સુરત પોલીસ અન્ય લોકોને પકડવાના પણ ચક્રોગતિમાન કર્યા છે …

અહેવાલ – મયુર મિસ્ત્રી

Your email address will not be published.