ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં MOU સંપન્ન થયા

| Updated: January 13, 2022 2:16 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા MOU અંતર્ગત કચ્છના મૂંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. આ પ્લાન્ટ અંદાજે રૂપિયા 37,500 કરોડના સૂચિત રોકાણ સાથે આકાર પામશે તેમજ 3400થી વધુ લોકોને ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટની તકો પૂરી પાડવામાં આવશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 સંદર્ભે રાજ્યમાં વધુ રોકાણો પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને POSCO-અદાણી વચ્ચે આ MOU થયા છે.

પાંચ મિલીયન ટન કેપેસિટીનો આ સૂચિત ઉત્પાદન પ્લાન્ટ 2026 સુધીમાં કાર્યરત થશે. એટલું જ નહિ, ગ્રીન એનર્જી સાથેનો આ સ્ટિલ પ્લાન્ટ બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ MOU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા અદાણી ગૃપના સી.ઈ.ઓ કરણ અદાણીએ હસ્તાક્ષર કર્યા હતા. આ વેળાએ POSCO ઇન્ડીયાના સી.એમ.ડી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Your email address will not be published.