પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય BPL સ્થિતિમાં રહેતા લોકોને સ્વચ્છ ઈંધણ ઉપલબ્ધ કરાવવાનો છે. ગરીબો સામાન્ય રીતે અશુદ્ધ રસોઈ ઇંધણનો ઉપયોગ કરે છે જેમાં હાનિકારક તત્વો હોય છે.એક રિપોટ અનૂસાર માહિતી મળી રહી છે કે
અશુદ્ધ ઈંધણમાંથી શ્વાસમાં લેવામાં આવતો ધુમાડો પ્રતિ કલાક 400 સિગારેટ સળગાવવા જેટલો હોય છે જેના કારણે મહિલાઓને તકલીફ પડી શકે છે.જેને લઇને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાવવામાં આવી હતી.
પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે સરકાર દ્રારા જે આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે તેમાં જણાવામાં આવ્યું છે કે મોટા પ્રમાણમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ એક પણ વખત રસોઇ ગેસ સિલિન્ડર રિફિલ કરાવામાં આવ્યું નથી.
જો આંકડા સહિતની વાત કરવામાં આવે તો 4.13 કરોડ લાભાર્થીઓએ એક વખત પણ સિલિન્ડર રિફિલ કરાવ્યું નથી.
રામેશ્વર તેલી દ્રારા માહિતી આપવામાં આવી હતી કે 4.13 લાભાર્થીઓએ એક પણ વખત સિલિન્ડર રિફિલ કરાવ્યું નથી.7.67 કરોડ એક જ વખત સિલિન્ડર રિફિલ કરાવ્યું છે.રામેશ્વર તેલી તે પેટ્રોલિયનમ અને કુદરતી કેસ રાજ્યપ્રધાન છે.
પ્રધાનના જણાવ્યા અનુસાર 2018 દરમિયાન 1.24કરોડ, લાભાર્થીઓએ એક પણ વખત સિલિન્ડર રિફિલ કરાવ્યું ન હતું.પરંતુ હવે તો આ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે જેના કારણે હવે સામાન્ય લોકો માટે જે બનાવામાં આવ્યું હતુ તેની કિંમતમાં પણ વધારો થઇ રહ્યો છે જેના કારણે સામાન્ય જનતા માટે હવે તે પણ કઇ કામનું નહી તેવું લાગી રહ્યું છે.