સિદ્ધપુર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે માતૃવંદના મહોત્સવનો પ્રારંભ

| Updated: November 24, 2021 4:01 pm

સિદ્ધપુર ખાતે માતૃવંદના મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં જીઆઈડીસી ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમમાં કચ્છની કોયલ ગીતા રબારીના કાંઠે  લોક ગીતોની સુરાવલી પણ રજૂ કરાઇ હતી. અને હાસ્ય કલાકાર અવની વ્યાસે શ્રોતાઓને પેટ પકડી હસાવ્યા હતા જેના કારણે વાતાવરણ માતૃવંદનાથી મંત્રમુગ્ધ બની ગયું હતું. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ પાટણ જિલ્લાના માતૃતર્પણના એક માત્ર સ્થળ સિદ્ધપુર અને રાણકી વાવ અને પાટણના પટોળાને ઉજાગર કરવા જે પ્રયત્ન કર્યો તે આજે સફળ રહેવા પામ્યો છે અને આજે વિશ્વ ફલક પર લોકો તેને ઓળખતા થયા છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, ઉપપ્રમુખ પ્રદેશ ભાજપ નંદાજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર  સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, નાટ્ય અકાદમી ડાયરેકર, પંકજભાઈ જોષી, પાટણ કલેક્ટર સ્રુપ્રીતસિગ ગુલાટી, ડી.ડી.ઓ. રમેશભાઈ મેરજા, પાટણ એસ.પી.અક્ષયરાજ મકવાણા, તેમજ પાટણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. માતૃવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહમંત્રીએ માતૃતર્પણ સ્થળ, વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ અને પાટણના પટોળાને યાદ કર્યા હતા.  

(અહેવાલ: પ્રવીણ દરજી)

Your email address will not be published. Required fields are marked *