આઝાદીના 75 વર્ષ નિમિત્તે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા બાળકોની ગ્રીટિંગ કાર્ડ સ્પર્ધાનું આયોજન કરતું ઇન્કમ ટેક્સ

| Updated: June 8, 2022 3:36 pm

આવકવેરા વિભાગે આઝાદીના 75માં વર્ષ નિમિત્તે કેટલીય ઇવેન્ટ્સનું આયોજન કર્યુ હતું. આપણા સૈનિકો દ્વારા આપવામાં આવતા બલિદાન અંગે બાળકોને જાગૃત કરવા માટે અને તેમને કલાત્મક રીતે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતની સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ગ્રીટિંગ કાર્ડ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ સરહદ પર ફરજ બજાવતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો માટે વિદ્યાર્થીઓએ 800થી વધુ ગ્રીટિંગ કાર્ડ બનાવ્યા હતા.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ સમગ્ર દેશમાં આ પ્રકારની વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કર્યુ છે. નાણા મંત્રાલયના આઇકોનિક વીકમાં ધ ઓફિસ ઓફ કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્સ (એક્ઝેમ્પશન) અમદાવાદે નવી દિલ્હીના ચીફ કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્સ (એક્ઝેમ્પશન્સ)ના નેજા હેઠળ આ ઇવેન્ટ્સનું આયોજન કર્યુ હતુ.

પ્રિન્સિપલ ચીફ કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્સ (એક્ઝેમ્પશન્સ) રિતેશ પરમારે જણાવ્યું હતું કે આપણી આંતરરાષ્ટ્રીય સરહદોની રક્ષા કરતા આપણા સૈનિકોના બલિદાનને બિરદાવવા અમે સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને અન્ય સ્થળોના વિદ્યાર્થીઓને ગ્રીટિંગ કાર્ડ બનાવવા કહ્યુ હતુ. આટલી યુવા વયે દેશ માટે જીવન ન્યોચ્છાવર કરનારા સૈનિકોને આટલું તર્પણ આપવું આપણી ફરજ છે.

વિવિધ સ્કૂલોના છથી આઠ ધોરણના વિદ્યાર્થી માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગને દસ સ્કૂલના 800થી વધુ કાર્ડ મળી ચૂક્યા છે. આ બધા ગ્રીટિંગ કાર્ડ ભુજમાં બીએસએફના હેડક્વાર્ટરને સ્વતંત્રતા દિન પહેલા આપવામાં આવશે.

એડિશનલ કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (એક્ઝેમ્પશન), જીસી દક્ષિણી (રેન્જ 1) અને એડિશનલ કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (એક્ઝેમ્પશન), નીજુ ગુપ્તા (રેન્જ ટુ)એ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ખાસ્સી મહેનત કરી હતી.

Your email address will not be published.