અમદાવાદમાં બી-સફલ ગ્રૂપ, અગ્રવાલ જૂથ પર ઈન્કમટેક્સના દરોડાઃ કુલ 22 જગ્યાએ કાર્યવાહી

| Updated: September 28, 2021 4:59 pm

અમદાવાદના જાણીતા બી- સફલ ગ્રૂપ પર મંગળવારે ઈન્કમટેક્સના દરોડા પડ્યા છે. શહેરના નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ તથા અગ્રવાલ જૂથની ચારથી પાંચ કંપની ધરાવતા સંજય અગ્રવાલ અને ચીમન અગ્રવાલને ત્યાં આવકવેરા વિભાગે સવારથી જ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં બે મોટા માથા આઈટી વિભાગની ઝપેટમાં આવ્યાં છે. એટલું જ નહીં, શહેરમાં નામાંકિત બ્રોકરને ત્યાં પણ ઇન્કમટેક્સની ચોરીને લગતી તપાસ આદરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 22 સ્થળો પર દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા શહેરમાં બે મોટા જાણીતા બિલ્ડરો અને કેટલાક જાણીતા રિયલ્ટી બ્રોકરોને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન અધિકારીઓ વિવિધ દસ્તાવેજો ચકાસી રહ્યાં હોવાની જાણકારી મળી છે. આ દરમિયાન જાણીતા બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ અને અગ્રવાલ જૂથને ત્યાં હાલમાં આઈટીના અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે તેમ જાણવા મળ્યું છે.

Your email address will not be published. Required fields are marked *