અમદાવાદમાં 9 દિવસમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો

| Updated: April 12, 2022 7:48 pm

અમદાવાદ શહેરમાં પાણજન્ય રોગમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એપ્રિલની શરુઆતામાં ઝાડા -ઉલ્ટીના 205 કેસ નોંધાયા છે અને તેની સાથે ટાઈફોઈડ અને કમળાના કેસો પણ વધી રહ્યા છે. અમદાવાદમાં વધી રહેલા કેસને લઈ તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 77 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા છે.

શહેરમાં વધી રહેલા ઝાડા અને ઉલટીના કેસને લઈ આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી જણાવ્યું કે 9 એપ્રિલ સુધીમાં ઝાડા-ઊલટીના 205, ટાઇફોઇડના 50 અને કમળાના 54 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં ગરમીની સીઝનની શરૂઆત થતાં પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતો હોય છે.

તમને જણાવી દઈએ કે, ઈદના સહિત ઘણા તહેવારો આગામી સમયમાં આવી રહ્યા છે. ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે લોકો બહાર ઘણી વસ્તુઓ પીવે છે. જેના કારણે રોગચાળો વધી શકે છે. એએમસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી 3489 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 77 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.

(પ્રતિકાત્મક તસવીર)

Your email address will not be published.