ગુજરાતના જાહેર દેવામાં તોતીંગ વધારો, બે વર્ષમાં જ 60,000 કરોડથી વધુનો બોજ

| Updated: September 28, 2021 1:48 pm

ચોમાસુ સત્રના બીજા અને અંતિમ દિવસે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભાની શરૂઆત કરવામાં આવી હતી. આજે સરકારે રજૂ કરેલા આંકડામાં ગુજરાત સરકારનું જાહેર દેવુ બહાર આવ્યું છે. ગુજરાતનું જાહેર દેવુ 3 લાખ કરોડને પાર કરી ગયુ છે. ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરકારે રજૂ કરેલા આંકડાઓમાં આ વાતનો ખુલાસો થયો છે. વર્ષ 2020-21માં દેવામાં 33, 864 કરોડનો વધારો થયો હતો. ઉલ્લેખનીય છે છેલ્લા બે વર્ષના ટૂંક ગાળામાં જ 60 હજાર કરોડથી વધુનો ધરખમ વધારો થયો હતો.

ગુજરાત પર દેવાના વિપક્ષના સવાલમાં સરકારે આ આંકડાઓ રજૂ કર્યા હતા. કોંગ્રસ ધારાસભ્ય નિરંજન પટેલે પૂછેલા સવાલના જવાબમાં આ વિગતો બહાર આવી હતી.

સત્રાના અંતિમ દિવસે ગૃહમાં રૂપાણી સરકારની કામગીરીઓના નિર્ણયોની ટીકા કરતો કેગનો અહેવાલ રજૂ કરાયો હતો, કેગના અહેવાલની બુક નહીં પરંતુ સીડી આપવામાં આવી હતી. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે રાજય સરકારનું નાણાકીય વર્ષ 2020-21ની સ્થિતિમાં 3,00,959 કરોડ દેવું હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. વર્ષ 2019-20માં 26,791 કરોડ અને વર્ષ 2020-21 મા 33,864 કરોડ દેવામાં વધારો થયો છે.. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલના સવાલ પર રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો.

અત્રે નોંધનીય છે કે, ગુજરાત સરકારનું દેવું કૂદકે ને ભૂસકે વધતું જાય છે. 31 માર્ચ, 2021ના અંતે સરકારનું જાહેર દેવું રૂ. 3,૦૦,959 કરોડે પહોંચી જશે. વર્ષ 2021-22ના અને વર્ષ 2022-23ના આખરે આ જાહેર દેવું અનુક્રમે રૂ. 3,27,124 કરોડ તેમજ રૂ. 3,71,989 કરોડ રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. દરમિયાન કોરોનાકાળમાં સરકારની આવક યથાવત્ રહી હોવાનું સામે આવ્યું છે. 

Your email address will not be published. Required fields are marked *