સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો, બીમારીઓમાં થઇ રહ્યો છે વધારો

| Updated: July 28, 2022 10:11 am

કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે ધીમે ધીમે જેના કારણે એવું લાગે છે કે ચોથી લહેર આવી શકે છે.આ વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે.મુંબઇમાં સ્વાઇનફ્લૂ ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.3 વર્ષની તુલનામાં આ વખતે કેસોમાં વધારો થઇ રહ્યો છે.બીજી બાજુ મલેરિયા જેવી બિમારી કાબૂમાં હાલ જોવા મળી રહી છે.આમ છતા આરોગ્ય વિભાગ અને સરકાર તકેદારી રાખવા માટે કહી રહ્યા છે.

1લી જાન્યુઆરીથી 24મી જુલાઈ સુધી મુંબઈમાં સ્વાઈન ફલૂના 66 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે, જો તમે ઉધરસ અને ખાંસી આવે તો રૂમાલ અથવા માસ્ક પહેરો.ગરમ પાણી પિવાનું રાખો.જો તમને અનૂભવ થઇ રહ્યો છો કે તમે બિમાર છો તો પહેલા જ દવાખાને બતાવો.જેના કારણે તમે અને તમારી સાથે રહેલા લોકોને સુરક્ષીત કરી શકો છો.

ખેડામાં સ્વાઇન ફ્લૂના બે કેસ નોંધાયા

ખેડામાં સ્વાઇન ફ્લૂ બે કેસ સામે આવ્યા છે જેમાં બે બાળકોમાં આ સ્વાઇન ફ્લૂ સામે આવ્યો છે.કોરોનાના કેસોમાં હજુ થોડો ધટાડો જોવા મળ્યા ત્યાં હવે સ્વાઇન ફ્લૂના કેસો સામે આવ્યા છે જેને લઇને હવે આરોગ્ય તંત્રમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

કોરોનાને કારણે લોકો ધણા હેરાન થયા છે પરંતુ હવે કોરોનાના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે એટલે તેમાં પણ ચિંતા જોવા મળી રહી છે.વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે સ્વાઇન ફ્લૂનો કેસો આવતા પુરા પંથકમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.આ સાથે સરકાર અને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.

Your email address will not be published.