IND Vs SA: કેએલ રાહુલ શ્રેણીમાંથી બહાર; ઋષભ પંત બન્યા નવા સુકાની

| Updated: June 9, 2022 10:51 am

આજથી શરૂ થઈ રહેલી પાંચ T20I શ્રેણી માટે ભારત દક્ષિણ આફ્રિકાની યજમાની કરવા માટે તૈયાર હતું, પરંતુ ભારતીય ટીમમાં હવે બે મોટા ફેરફારો થયા છે. આ મોટા ફેરફારોમાં સુકાની કેએલ રાહુલ ગ્રોઇન ઈંજરી અને સ્પિનર ​​કુલદીપ યાદવ જમણા હાથની ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.

કેએલ રાહુલે ટ્વિટર પર આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે, સ્વીકારવું મુશ્કેલ છે, પરંતુ હું આજે બીજી ચેલેન્જ લેવા જઈ રહ્યો છું. હોમગ્રાઉન્ડ પર પ્રથમ વખત ભારતનું નેતૃત્વ નહીં કરી શકું, પરંતુ ટીમને મારો તમામ ટેકો છે. તમારા સમર્થન માટે બધાનો હૃદયપૂર્વક આભાર. ઋષભ અને ટીમને શ્રેણી માટે શુભકામનાઓ.

આ સાથે વિકેટ કીપર અને વાઇસ કેપ્ટન ઋષભ પંત હવે શ્રેણી માટે ટીમનું નેતૃત્વ કરશે. પંતની ભારતીય ટીમ માટે નેતૃત્વ કરવાની આ પહેલી તક હશે, આ પહેલા તેણે આઇપીએલ માટે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરી છે. પંતે લગભગ 30 મેચોમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી તેની ટીમ 17 મેચ જીતી શકી છે અને લગભગ 13 મેચ હારી છે.

કેએલ રાહુલ સિરીઝમાંથી બહાર થયા પછી, ભારતીય ટીમ ઇશાન કિશન અને રુતુરાજ ગાયકવાડ સાથે તેમની બેટિંગ ઇનિંગ્સની શરૂઆત કરે તેવી શક્યતા છે. કુલદીપ યાદવના સ્થાને ટીમ પાસે સ્પિન વિભાગમાં યુઝવેન્દ્ર ચહલ જોડે અક્ષર પટેલ અથવા રવિ બિશ્નોઈમાંથી પસંદગી કરવાનો વિકલ્પ છે.

ભારતીય ટીમઃ ઋષભ પંત (કેપ્ટન, વિકેટ કિપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હરેશ કુમાર પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક

Your email address will not be published.