ભારત થોમસ કપમાં ચેમ્પિયનઃ બેડમિંટન પાવરહાઉસ ઇન્ડોનેશિયાને 3-0થી હરાવ્યું

| Updated: May 15, 2022 5:48 pm

બેંગકોકઃ ભારત થોમસ કપમાં ચેમ્પિયન થયું છે. તેણે 14 વખતના ચેમ્પિયન અને બેડમિંટન પાવરહાઉસ ઇન્ડોનેશિયાને 3-0થી હરાવી ટાઇટલ કબ્જે કર્યું છે. ફાઇનલમાં લક્ષ્ય સેને પહેલી મેચમાં એન્થની સિનસુકા ગિન્ટિંગને 8-21, 21-17, 21-17થી હરાવ્યો હતો. આ વિજય સાથે તેણે ભારતને 1-0થી સરસાઈ અપાવી હતી.

બીજી મેચમાં સાત્વિક અને ચિરાગની જોડી અને ઇન્ડોનેશિયાની જોડી અહસાન અને સાકામુલ્જો સામે ટકરાઈ હતી. અગાઉની મેચની જેમ જ આ પેર પહેલો સેટ હારી ગઈ હતી. પણ તેના પછી તેણે વળતો પ્રહાર કરતાં ઇન્ડોનેશિયન જોડીને અત્યંત સંઘર્ષપૂર્ણ 18-21, 23-21, 21-19થી હરાવી હતી.

તેના પછી ત્રીજી મેચમાં કિદમ્બી શ્રીકાંતે જોનાથન ક્રિસ્ટીને સીધા સેટોમાં હરાવતા ભારતને 3-0થી અજેય સરસાઈ મેળવીને ટાઇટલ કબ્જે કર્યુ હતું. શ્રીકાંતે ત્રીજી મેચમાં ક્રિસ્ટીને 21-15, 23-21થી હરાવ્યો હતો. ભારત આ શાનદાર દેખાવ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ લક્ષ્ય સેન, કિદમ્બી શ્રીકાંત અને વર્લ્ડ નંબર 8ની ડબલ્સ પેર ચિરાગ શેટ્ટી અને સાત્વિક રેન્કીરેડ્ડીએ શાનદાર દેખાવ કરી ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.

થોમસ કપમાં ભારતે પહેલી વખત આટલો શાનદાર દેખાવ કર્યો છે. ભારતના આ યાદગાર વિજયને વધાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓએ ઇતિહાસ સર્જ્યો છે. તેમનો આ વિજય ઘણા ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપશે. ભારતની મેન્સ ટીમે 14 વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયન ટીમ્સને થોમસ કપમાં 3-0ના સંપૂર્ણ પ્રભુત્વ સાથે હરાવી ઇતિહાસ સર્જ્યો છે.

મોદીએ ટવીટ કર્યુ હતું કે ભારતીય બેડમિંટન ટીમે ઇતિહાસ સર્જ્યો છે. ભારતે થોમસ કપ જીતતા સમગ્ર દેશ ખુશ છે. તમારી આ જબરજસ્ત સિદ્ધિ બદલ અભિનંદન. તેમની આ સિદ્ધિ ભાવિ પેઢીઓને પ્રેરણા પૂરી પાડશે. ભારતે ક્રિકેટનો વર્લ્ડકપ જીત્યો હતો આ જીત એક રીતે તેવી જ જીત છે.

વરિષ્ઠ પત્રકારોનું પણ કહેવું છે કે બેડમિંટનમાં ઇન્ડોનેશિયાને હરાવવાનો અર્થ એંસીના દાયકામાં વિન્ડીઝને ટીમને હરાવવા જેવો થાય છે. લક્ષ્યસેનનો પહેલો મુકાબલો સરળ ન હતો. એન્થની ગિનટિંગે લક્ષ્ય સેન સામે ધમાકેદાર પ્રારંભ કરતાં પહેલો સેટ 21-8થી જીતી લીધો હતો. બીજા ગેમમાં લક્ષ્ય સેને શાનદાર પુનરાગમન કરીને મેચ 21-17થી જીતી. ત્રીજી અને અંતિમ ગેમમાં બંને ખેલાડીઓ વચ્ચે જબરજસ્ત ટક્કર જોવા મળી. એક સમયે બંને ખેલાડી 12-12થી બરોબરી પર હતા. પણ તેના પછી લક્ષ્ય સેને સ્કોર 18-14 પર પહોચાડ્યો. છેવટે તેણે લક્ષ્યએ ત્રીજી ગેમ 21-16થી જીતી ભારતને 1-0ની સરસાઈ અપાવી.

સાત્વિક સાંઇરાજ અને ચિરાગ શેટ્ટીના મુકાબલાની વાત કરીએ તો પહેલી ગેમમાં કેવિન સંજાયા અને મોહમ્મદ એહસાન સામે ભારે સંઘર્ષ પછી 18-21થી પરાજયનો સામનો કરવો પડ્યો. તેના પછી બીજી ગેમ ભારતીય જોડીએ 23-21થી જીતી. ત્રીજી અને અંતિમ ગેમમાં તેમણે 11-9ની સરસાઈ મેળવી હતી. જો કે પછી એક સમયે સ્કોર 17-17થી બરોબરી પર હતો. છેવટે ભારતીય જોડીએ 21-19થી મુકાબલો જીતી 2-0ની સરસાઈ મેળવી હતી.

Your email address will not be published.