ભારતમાં 1 જૂનથી ખાંડની નિકાસ પર નિયંત્રણ, ભાવ વધારાને રોકવા માટે સરકારનો નિર્ણય

| Updated: May 25, 2022 11:57 am

ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ સરકારે સ્થાનિક ભાવમાં વધારાને રોકવા માટે ખાંડની નિકાસ પર નિયંત્રણો મૂક્યા છે. ભારતે (India) આ સિઝનની નિકાસને 10 મિલિયન ટન સુધી સીમિત કરીને છ વર્ષમાં પ્રથમ વખત ખાંડની નિકાસ પર નિયંત્રણો લાદ્યા છે. અહેવાલો મુજબ, સરકારે વેપારીઓને 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી ખાંડના વિદેશમાં વેચાણ માટે પરવાનગી મેળવવા કહ્યું છે. આ પગલું મુખ્યત્વે સ્થાનિક બજારમાં સ્વીટનરની ઉપલબ્ધતા સુધારવા અને ભાવ વધારાને રોકવાના પ્રયાસ માટે કરવામાં આવ્યું છે.

ભારત (India) વિશ્વમાં ખાંડનો સૌથી મોટો ઉત્પાદક અને બ્રાઝિલ પછીનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે. નિષ્ણાતોના મતે ભારતનું પગલું વિશ્વભરમાં કિંમતોને અસર કરે તેવી સંભાવના છે. ગ્લોબલ ટ્રેડિંગ ફર્મ સાથે મુંબઈ સ્થિત ડીલરે જણાવ્યું હતું કે, “સરકાર ખાદ્યપદાર્થોના ફુગાવાથી ચિંતિત છે, અને તેથી જ તે ફેસ્ટિવલ સિઝનને પહોંચી વળવા માટે પૂરતી ખાંડ દેશમાં રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે.”

ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, “ખાંડની નિકાસને 1 જૂન, 2022 થી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવશે.” સૂચના મુજબ, “સરકારે ખાંડની સિઝન 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) દરમિયાન સ્થાનિક પ્રાપ્યતા અને ભાવ સ્થિરતા જાળવવા માટે 100 LMT (લાખ મેટ્રિક ટન) સુધી ખાંડની નિકાસને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.”

“ડીજીએફટી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, 1 જૂન, 2022 થી 31 ઓક્ટોબર, 2022 સુધી અથવા આગળના આદેશ સુધી, ખાંડની નિકાસને સુગર ડિરેક્ટોરેટ, ડિપાર્ટમેન્ટ ઓફ સુગરની ચોક્કસ પરવાનગી સાથે મંજૂરી આપવામાં આવશે.

આ નિયંત્રણો CXL અને TRQ હેઠળ યુરોપિયન યુનિયન અને યુએસમાં નિકાસ કરવામાં આવતી ખાંડ પર લાગુ થશે નહીં, સૂચનામાં ઉમેર્યું. નોંધનીય છે કે, CXL અને TRQ હેઠળ આ બે પ્રદેશોમાં ખાંડની ચોક્કસ રકમની નિકાસ કરવામાં આવે છે.

ભારતનો (India) પ્રતિબંધ યુક્રેન યુદ્ધના પગલે અન્ય ઘણી સરકારો દ્વારા રજૂ કરાયેલા પગલાં જેવો જ છે જેના કારણે ઘણા ભાગોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ભારતના આ નિર્ણય બાદ લંડનમાં બેન્ચમાર્ક વ્હાઇટ સુગરના ભાવમાં 1% થી વધુનો ઉછાળો આવ્યો હતો.

આ પણ વાંચો: મુશ્કેલીથી બચવા ક્રેડિટ કાર્ડધારકો તમારા સિબિલ સ્કોરને ધ્યાનમાં રાખો

Your email address will not be published.