ક્રિકેટ રસિયાઓ માટે નિરાશા : IND VS ENG માન્ચેસ્ટર ટેસ્ટ થઇ રદ્દ

| Updated: September 10, 2021 4:36 pm

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર માન્ચેસ્ટરમાં પાંચમી ટેસ્ટ મેચ રદ્દ થઇ છે. ઇંગ્લેન્ડ ક્રિકેટબોર્ડે ટ્વીટ કરીને જાણકારી આપી છે. ટીમના તમામ ખેલાડીયોનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ મેચ રમાય તેવી શક્યતા હતી. પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યું છે. પાંચમી ટેસ્ટ મેચ રદ્દ થતા શ્રેણીમાં ભારતે 2-1 ની લીડ મેળવી લીધી છે.

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીને થોડા દિવસો પહેલા કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, જે બાદ ટીમ ઇન્ડિયાના ફીઝીયો યોગેશ પરમારને પણ કોરોના પોઝીટીવ આવતા ચિંતા વધી ગઈ હતી. પરંતુ ત્યાર બાદ તમામ ખિલાડીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને પાંચમી ટેસ્ટ રમાઈ શકે તેવી અટકળો વહેતી થઇ હતી.

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે અને બીસીસીઆઈએ તમામ મુદ્દાઓને લઈને વાતચીત કરી હતી, ત્યાર બાદ મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જો આ ટેસ્ટ મેચ રમાય અને કોઈ ખેલાડીને રીપોર્ટ પોઝીટીવ આવે તો તેની સીધી જ અસર આગામી સમયમાં રમાનાર IPL પર થઇ શકે છે. અને ત્યાર બાદ તુરંત જ T20 વર્લ્ડ કપ શરુ થવાનો છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મેચ રમાડવાનું જોખમ લેવામાં આવ્યું નથી.

Your email address will not be published. Required fields are marked *