વેપાર કરવા માટે ભારત “પડકારજનક દેશ” છે : અમેરિકા

| Updated: July 22, 2021 1:42 pm

અમેરિકાએ કહ્યું છે કે, વેપાર ભારત કરવા માટે હજુપણ પડકારભર્યો છે. અમેરિકાએ ભારતને વિનંતી કરી છે કે, રોકાણ માટે જે અડચણો આવી રહી છે અને અમલદારશાહી નિર્ણયોને પણ ઓછા કરી આકર્ષક અને વિશ્વનીય વાતવરણ ઉભું કરવામાં આવે તેવો આગ્રહ કર્યો છે.

 અમેરિકી વિદેશ મંત્રાલયે બુધવારે જાહેર કરેલા અહેવાલ “2021 ઇન્વેસ્ટમેન્ટ ક્લાયમેન્ટ સ્ટેટમેન્ટસ: ઇન્ડિયા”માં કહ્યું છે કે, ભારત વેપાર કરવા માટે પડકારજનક દેશ છે. અહેવાલમાં જમ્મુ અને કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવા અને CAAનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નવા સંરક્ષણ કાયદામાં જેમાં ટેરિફ પણ વધારવામાં આવ્યો છે અને ખરીદ વેચાણના નિયમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે સ્પર્ધાત્મક વિકલ્પોને સીમિત કરે છે. ઉપરાંત સેનેટરી અને ફાઈટોસેનેટરી વૈજ્ઞાનિક ધોરણો પર આધારિત નથી તેને ભારતીય વિશિષ્ટ માનાંકોને પણ આંતરરાષ્ટ્રીય માનાંકો સાથે જોડવામાં આવેલા નથી. અહેવાલમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ભારતે વૈશ્વિક સપ્લાય ચેઈનથી ઉત્પાદકોની અસરકારકતાને બંધ કરી દીધી છે અને દ્વિપક્ષીય વેપારમાં પણ નિયંત્રણ મૂકી દીધો છે.

અમેરિકી વિદેશ મંત્રાલયે પોતાના અહેવાલમાં વધુમાં ટાંક્યું છે કે, NDA સરકારના બીજા કાર્યકાળના પહેલા 100 દિવસમાં બે વિવાદાસ્પદ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જા હેઠળના રાજ્યથી હટાવવું અને સીએએને સંસદમાં પસાર કરવું. અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, ભારતનું કહેવું છે કે, સીએએ તેમની આંતરિક વાત છે તથા આ મુદ્દે કોઈપણ વિદેશી પાર્ટી અથવા દેશે ભારતની સંપ્રભુતા સાથે સંકળાયેલા મુદ્દા સાથે દખલ કરવાનો કોઈ અધિકાર નથી.

Your email address will not be published.