ભારતનું સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં પ્રયાણઃ ત્રીજું નેગેટિવ ઇમ્પોર્ટ લિસ્ટ જારી કર્યુ

| Updated: April 8, 2022 11:54 am

અગાઉ 2020માં પહેલું અને 2021માં બીજું નેગેટિવ ઇમ્પોર્ટ લિસ્ટ જારી કરાયું હતું

નવી દિલ્હીઃ ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં પ્રયાણ આદરી દીધું છે. તેના ભાગરૂપે ભારતે સ્થાનિક સ્તરે શસ્ત્રોના ઉત્પાદનને વેગ આપવા વધુ 101થી વધુ ડિફેન્સ પ્રોડક્ટ્સનું નેગેટિવ લિસ્ટ જારી કર્યુ હતું. તેની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ચેતવણી આપી હતી કે વિદેશી સોફ્ટવેર કોડ સાથેના આયાતી શસ્ત્રો દેશની સુરક્ષા માટે ભયજનક છે.

ત્રીજું પોઝિટિવ લિસ્ટ જારી કરતાં સિંઘે જણાવ્યું હતું કે અત્યાધુનિક વેપન સિસ્ટમ્સ, પ્લેટફોર્મ્સ, ટેકનોલોજીઓ અને શસ્ત્રો વિકસાવવામાં આવે. તેના દ્વારા યુદ્ધની સ્થિતિમાં પણ શસ્ત્રોનો વણઅટક્યો પુરવઠો જારી કરી શકાય.

આ નવી યાદીમાં લાઇટવેઇટ ટેન્ક્સ, માઉન્ટેડ આર્ટિલરી ગન સિસ્ટમ્સ, નેવલ યુટિલિટી હેલિકોપ્ટર્સ, કેટલાક પ્રકારના ડ્રોન્સ, મીડિયમ રેન્જ એન્ટિ-શિપ મિસાઇલ અને એન્ટિ-રેડિયેશન મિસાઇલનો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2022થી ડિસેમ્બર 2027 સુધી તેમાં તબક્કાવાર ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવશે.

ચીનની ટેલિકોમ જાયન્ટ હ્યુવેઇ સામે અમેરિકાએ લીધેલા આકરાં પગલાનું ઉદાહરણ આપતા સિંઘે જણાવ્યું હતું કે ડિફેન્સ પ્રોડકટ્સ ફક્ત હવે સરહદની અંદરની બાબતો પૂરતી જ સીમિત રહી નથી. અલગ જ પ્રકારની કમ્યુનિકેશન મેથડનો ઉપયોગ કરીને કોઈપણ દેશની સુરક્ષાનો ભંગ કરી શકે છે. કોઈપણ સિસ્ટમ ભલે ગમે તેટલી મજબૂત કેમ ન હોય, પરંતુ તે જ્યારે કોઈ દેશ સાથે જોડાય છે ત્યારે સુરક્ષાની સામે ભય હંમેશા ઊભો રહે છે.

તેમણે ઉમેર્યુ હતું કે અગાઉના સંરક્ષણ સાધનો જેવી કે ટેન્કો, હોવિત્ઝર તોપો અને હેલિકોપ્ટર મુખ્યત્વે મિકેનિકલ લાક્ષણિકતા ધરાવનારા હતા. તેમના પર બાહ્ય લોકો માટે અંકુશ મેળવવો શક્ય ન હતો, સિવાય કે ત્યાં સુધી તેઓ ન પહોંચે. પણ નવી ડિફેન્સ સિસ્ટમ અને પ્લેટફોર્મ ઇલેક્ટ્રોનિક અને સોફ્ટવેર સ્વરૂપના છે. તેના પર ગમે ત્યાંથી અંકુશ મેળવી શકાય છે અને તેનું સંચાલન કરી શકાય છે.

આ ડિફેન્સ પ્રોડક્ટ્સની 101મી યાદી છે. તેમા 2020 અને 2021માં જારી કરાયેલા લિસ્ટની 209 પ્રોડક્ટસમાં ઉમેરો થયો છે. તેમા નેકસ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ, નેવલ એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ,  એમએફ-સ્ટાર વોરશિપ રાડાર, એડવાન્સ્ડ લાઇટવેઇટ ટોર્પીડો, વધારે લંબાયેલી રેન્જના રોકેટ, લેન્ડ બેઝ્ડ લોઇટરિંગ મ્યુનિશન્સ અને મીડિયમ રેન્જ એલ્ટુટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ યુએવી (અનમેન્ડ એરિયલ વ્હીકલ)નો સમાવેશ થાય છે.

Your email address will not be published.