ભારતીય શેરબજાર યુકેના માર્કેટને ગમે ત્યારે પછાડશેઃ જાણો અત્યારે કેટલું પાછળ છે

| Updated: October 11, 2021 6:32 pm

ભારતીય શેરબજારની માર્કેટ કેપમાં ચાલુ વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે. બજારનું મૂલ્ય હવે વધીને 3.46 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું છે. ટૂંક સમયમાં ભારતીય માર્કેટ યુકેના માર્કેટને પાછળ રાખી દેશે.

ભારતનું માર્કેટ ટૂંક સમયમાં વિશ્વના ટોચના પાંચ માર્કેટમાં સામેલ થશે. આ દરમિયાન ભારતમાં વ્યાજના દર રેકોર્ડ નીચા સ્તરે છે. આ ઉપરાંત રિટેલ ઇન્વેસ્ટમેન્ટમાં પણ ઉછાળો આવ્યો છે.

ભારતના શેરબજારમાં નોંધાયેલી કંપનીઓના સંયુક્ત મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવે તો તે યુકેના બજારના મૂલ્યની બહુ નજીક પહોંચી ગયું છે. યુકેનું બજાર ચાલુ વર્ષમાં 9 ટકા વધ્યું છે. હાલમાં તેનું મૂલ્ય 3.59 ટ્રિલિયન ડોલર છે. સેકન્ડરી લિસ્ટિંગ અને ડિપોઝટરી રિસિપ્ટને ધ્યાનમાં લેવામાં આવે તો આ મૂલ્ય ઘણું વધારે છે.

યુકેમાં બ્રેક્ઝિટ પછી અનિશ્ચિતતાનો માહોલ છે અને તેના કારણે બજાર પર અસર પડે છે, જ્યારે ભારત ઝડપથી વૃદ્ધિ કરતો દેશ છે અને આઇટી સેક્ટરમાં અસામાન્ય ગ્રોથ જોવા મળ્યો છે. બ્રેક્ઝિટનું રેફરન્ડમ આવ્યા પછી યુકેને હવે ફેવરિટ બજારોમાં સ્થાન મળતું નથી.

ગયા વર્ષના માર્ચની સાથે સરખામણી કરવામાં આવે તો બીએસઈ સેન્સેક્સમાં 130 ટકા કરતા વધુ વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય બજારમાં વાર્ષિક 15 ટકાના દરે વળતર મળ્યું છે જ્યારે યુકેના ઇન્ડેક્સમાં વળતરનો દર 6 ટકા છે.

Your email address will not be published. Required fields are marked *