બરફના પહાડો પર દુશ્મનોને હંફાવવા દીવાલની જેમ અડીખમ છે ભારતીય સેના, જુઓ વિડીયો

| Updated: January 8, 2022 3:05 pm

ઊંચું મનોબળ ધરાવતા ભારતીય સેનાના જવાનો બરફના પહાડો વચ્ચે વાતાવરણની ગમે તેવી પરિસ્થિતિ હોય પર્વતની ઉંચાઈએ બેઠેલા દુશ્મનોને હરાવવા માટે અડીખમ છે. શૂન્ય કરતા નીચેના તાપમાનની ઠંડી અને બરફના પહાડો વચ્ચે હજારો ફૂટ ઊંચા પહાડોની ઉંચાઈ પર વાતાવરણ સામે ટકીને હાથમાં બંદુક લઈને દુશ્મનોનો સામનો કરવા ભારતીય જવાન તૈયાર છે.

હાલમાં જ ભારતીય જવાનોનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે ભારતીય સૈનિકો મજબુત દીવાલની જેમ દુશ્મનોને હંફાવવા માટે અડીખમ રીતે ઉભા છે. આ વિડીયો 17000 ફૂટની ઉંચાઈ પર જમ્મુ-કાશ્મીરની ફોરવર્ડ પોસ્ટનો છે. જ્યાં ભારે હિમવર્ષા થઇ રહી છે અને વિપરીત વાતાવરણ સામે પણ જવાનો અડીખમ દીવાલની જેમ ઉભા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ભારે હિમવર્ષા વચ્ચે ત્યાંનું હવામાન ખૂબ જ અસ્પષ્ટ બની છે.

ભારે હિમવર્ષા વચ્ચે પણ નિયંત્રણ રેખા નજીક કુપવાડા સેક્ટરમાં એક ફોરવર્ડ પોસ્ટ પર સેનાના જવાનો લગભગ 17,000 ફૂટની ઊંચાઈએ અદમ્ય હિંમત સાથે ઉભા છે.

Your email address will not be published.