ઈન્ડિયન હોટલ્સ કંપનીએ અમદાવાદની હોટલ સાથે ડીલ કરી

| Updated: July 8, 2021 8:07 pm

કોવિડના કારણે હોટલ ઉદ્યોગ નરમાઈમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે એક ડીલના કારણે અમદાવાદના હોસ્પિટાલિટી સેક્ટર માટે આશાનું કિરણ પેદા થયું છે. સાઉથ એશિયાની હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટલ્સ કંપની (આઇએચસીએલ)એ અમદાવાદમાં એસજી હાઇવે સ્થિત હોટલ વિવાન્તા સાથે હાથ મિલાવ્યા છે.
આઇએચસીએલના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ સુમા વેંકટેશે જણાવ્યું કે, “અમદાવાદ એક વૃદ્ધિમય આર્થિક અને ઇન્ડસ્ટ્રીયલ હબ છે. કંપની હવે અમદાવાદમાં તેની ત્રણ બ્રાન્ડ – તાજ, વિવાન્તા અને જિંજરની હાજરી ધરાવશે. લીલા ટ્રેડલિંક્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરતા અમને આનંદ થાય છે. અમે અમારી સ્થાનિક હાજરી વધારવા માંગીએ છીએ.”
ટાટા ગ્રૂપના સ્થાપક જમશેદજી ટાટા દ્વારા સ્થાપિત કંપનીએ 1903માં તેની પ્રથમ હોટલ ધ તાજ મહાલ પેલેસ શરૂ કરી હતી. આઇએચસીએલ ચાર ખંડ અને 12 દેશોમાં 221 હોટલનો પોર્ટફોલિયો ધરાવે છે.

Your email address will not be published.