ભારતના રિકી કેજને બીજી વખત મળ્યો ગ્રેમી એવોર્ડ

| Updated: April 5, 2022 1:07 pm

ડ્રમર સ્ટુઅર્ટ કોપલેન્ડની સાથે રિકી કેજને ડિવાઇન ટાઇડ્સ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો

નવી દિલ્હીઃ ભારતના રિકી કેજે લેજેન્ડરી ડ્રમર સ્ટુઅર્ટ કોપલેન્ડની સાથે ડિવાઇન ટાઇડ્સ માટે ગ્રેમી એવોર્ડ મેળવ્યો તે બધા ભારતીયો માટે ગૌરવવંતી ક્ષણ હતી. કેજ માટે આ બીજો એવોર્ડ છે. આ પહેલા 2015માં કેજે વિન્ડસ ઓફ સમસારા માટે સાઉથ આફ્રિકન ફ્લોટિસ્ટ વોટર કેલમેન સાથે એવોર્ડ મેળવ્યો હતો. કેજે આ એવોર્ડ લેવા જવાની સાથે સ્ટુઅર્ક કોપલેન્ડના પગને સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા.

તેણે જણાવ્યું હતું કે આ મ્યુઝિકલ જર્નીમાં મારી સાથે જોડાવવા બદલ હું તમને અભિનંદન આપું છું. હું મારી દીવાલ પર તમારા પોસ્ટર જોઈને મોટો થયો છું. આજે હું તમારી સાથે ગ્રેમી એવોર્ડ જીતી રહ્યો છું. મારા માટે આ સ્વપ્ન સમાન બાબત છે. ભારતમાં અમે વસુધૈવ કુટુંબકમ કહીએ છીએ, એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. માનવીઓ એકબીજા સાથે શાંતિથી રહીને પૃથ્વી પરના બધા સુખ ભોગવી શકે છે. ડિવાઇન ટાઇડ્સ આ જ સહઅસ્તિત્વની વાત કરે છે. કેજનો જન્મ અમેરિકામાં થયો છે, પરંતુ તે આઠ વર્ષનો હતો ત્યારે તેનું કુટુંબ ભારત પરત આવી ગયું હતું. તે બેંગ્લોરની પ્રખ્યાત બિશપ કોટન બોય્સ સ્કૂલ્સમાં ગિતાર વગાડતા શીખ્યા હતા.

તેમણે કોલેજમાં ડેન્ટિસ્ટનો અભ્યાસ કર્યો છે. પણ તેના પછી તેમણે તેમનું સમગ્ર જીવન સંગીતને સમર્પિત કરવાનો નિર્ણય લીધો. જો કે કેજના પિતાને તેમના પુત્રની આ વાત ખાસ પસંદ આવી ન હતી. કેજે પહેલા હિંદુસ્તાની ક્લાસિક મ્યુઝિક અને પછી પશ્ચિમી સંગીત શીખ્યું.  તેમણે પાકિસ્તાની સંગીતકાર નુસરત ફતેહ અલી ખાન અને બ્રિટિશ વોકલિસ્ટ પીટર ગેબ્રિયલને રીતસરના આત્મસાત કરી દીધા. ટૂંક સમયમાં જ તે બેંગ્લુરુ સ્થિત પ્રોગ્રેસિવ રોક બેન્ડ એન્જેલ ડસ્ટના કીબોર્ડિસ્ટ બની ગયા હતા. તેમણે કારકિર્દીનો પ્રારંભ જિંગલથી કર્યો અને અનેક જિંગલ રચી. તેમાની કેટલીક ગૂગલ, આઇબીએમ, મેકડોનાલ્ડ, પેપ્સી અને એર ઇન્ડિયા જેવી કંપનીઓ માટે હતી.

આ રીતે એડર્વટાઇઝિંગ જિંગલ્સ માટે કામ કરતી વખતે જ કેજને નવા યુગના સંગીતની સાથે વર્લ્ડ મ્યુઝિકનું સંયોજન કરવાનો વિચાર આવ્યો. તેના માટે તે ક્લાસિકલ જાઝ તરફ વળ્યા. તેના મિશ્રણ પર પણ તેમણે ખાસ્સુ ધ્યાન આપ્યુ. તેથી જ ડિવાઇન ટાઇડ્સમાં વાંસળીની સાથે કોપલેન્ડની વિવિધ ડ્રમ એરેન્જમેન્ટને જોડવામાં આવી છે. તેના પરિણામે નેચર વર્લ્ડને આભાર માનતો નાઇન ટ્રેક આલ્બમ બન્યો છે. આ આલ્બમમાં વૈવિધ્યસભર સાઉન્ડસ્કેપ અને વ્યાપક પાયા પર અલગ-અલગ પ્રકારની સૂરાવલિઓનો ઉપયોગ કરાયો છે.

Your email address will not be published.