ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર ખર્ચની વાત આવે ત્યારે આપણી નજરમાં સૌથી પહેલા મોટી-મોટી કોર્પોરેટ કંપનીઓના નામ આવે. પણ હકીકત જુદી જ છે. ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર ખર્ચ કરવામાં ભારતમાં સદગુરુ તરીકે જાણીતા આધ્યાત્મિક ગુરુ અને તેમનું ઇશા ફાઉન્ડેશન સૌથી આગળ છે. તેમણે મેટા કંપનીની બ્રાન્ડ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિ દિન 1.35 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ કર્યો છે. તેઓએ છેલ્લા ક્વાર્ટરમાં આટલી રકમ ખર્ચી હતી. તેમણે 27 એપ્રિલથી 25 જુલાઈના સમયગાળા દરમિયાન આ રકમ ખર્ચી હતી. આટલા સમયગાળામાં કરેલા પ્રતિદિન ખર્ચ મુજબ તેમનો ખર્ચ 1.20 કરોડથી પણ વધારે થાય છે.
ફક્ત એટલું જ નહી સદગુરુ મેટ પ્લેટફોર્મના અન્ય એકમ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ કૂક અને ઓટીટી પ્લેયર વૂટ સિલેક્ટર પર પણ સૌથી વધુ જાહેરાત ખર્ચનાર તરીકે ઉભરી આવ્યા છે. સદગુરુએ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ કૂ પર 90 દિવસના સમયગાળામાં લગભગ 87 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
દેશના આ આધ્યાત્મિક નેતા જગ્ગી વાસુદેવ તરીકે પ્રખ્યાત છે. તેમની સ્વૈચ્છિક સંસ્થા ઇશા આઉટરિચે આ બધો ખર્ચ કર્યો છે. હૈદરાબાદ સ્થિત એન્ટરપ્રાઇઝ ડિજિટલ માર્કેટિંગ એજન્સી Pyrite Technologies દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ સદગુરુ અને ઇશા આઉટરીચના કોન્શિયસ પ્લેનેટ સામાજિક અને રાજકીય કારણોની શ્રેણીમાં મેટા પ્લેટફોર્મ પર ભારતના સૌથી મોટા જાહેરાતકર્તા છે. તેઓએ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર કુલ 1.20 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
સદગુરુ જગ્ગી વાસુદેવ એક ભારતીય યોગગુરુ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 85 લાખથી વધુ ફોલોઅર્સ, ફેસબૂક પર 52 લાખથી વધુ ફેન્સ અને ટ્વિટર પર 37 લાખ ફોલોઅર્સ છે. સદગુરુનું ઇશા ફાઉન્ડેશન તેમની વેબસાઇટમુજબ ઇશા રેમેન્ટ, ઇશા ફૂડ્સ એન્ડ સ્પાઇસીસ, ઇશા ક્રાફ્ટ્સ, ઇશા નેચ્યુરો ઓર્ગેનિક સોલ્યુશન્સ જેવા બિઝનેસ એન્ટરપ્રાઇઝની સાથે જોડાયેલું છે, જેમા કેટલાકનો ઉલ્લેખ છે.
આમ ભારતમાં બાબા રામદેવ પછી હાલમાં જો સૌથી વધારે ચર્ચામાં હોય તો ઇશા ફાઉન્ડેશન છે. તેણે ફક્ત ભારત જ નહી વિદેશમાં પણ કેટલાય લોકોને આકર્ષ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો બાબા રામદેવે ઉત્તર તો જગ્ગી વાસુદેવે દક્ષિણ સંભાળ્યું છે.