આઈઆઈટી હૈદરાબાદ: ભારતની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા, તિહાનની કરાવાઈ શરૂઆત

| Updated: July 5, 2022 11:52 am

ભારતની પ્રથમ ઓટોનોમસ નેવિગેશન ફેસિલિટી, તિહાનનું ઉદઘાટન સોમવારે આઈઆઈટી હૈદરાબાદ કેમ્પસમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કર્યું હતું.

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા રૂ. 130 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવેલી તિહાન (ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમ નેવિગેશન) એક નવી પહેલ છે, જે ભારતને ભવિષ્યની અને નેકસ્ટ જનરેશન ‘સ્માર્ટ મોબિલિટી’ ટેકનોલોજીમાં ગ્લોબલ પ્લેયર બનાવશે.

જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, તિહાન-આઇઆઇટીએચનું વિઝન સ્માર્ટ મોબિલિટી ટેકનોલોજી માટે ગ્લોબલ પ્લેયર બનવાનું છે અને તે અન્ય લોકો માટે પણ ટ્રેન્ડસેટર બની રહેશે.

માનવ રહિત અને કનેકટેડ વેહિકલનું રિયલ લાઇફ ટ્રાફિકમાં મોનિટરિંગ કરવા માટે વિશ્વભરમાં મર્યાદિત ટેસ્ટબેડ્સ અથવા પ્રુવિંગ ગ્રાઉન્ડ છે. ભારતમાં, હાલમાં ઓટોનોમસ વ્હિકલનું મૂલ્યાંકન કરવા માટે આવી કોઈ ટેસ્ટબેડ સુવિધા નથી, અને તેથી આ તિહાન ટેસ્ટબેડ જરૂરી છે.

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેક્નોલોજી વિઝનને આગળ વધારતાં, ઓટોનોમસ નેવિગેશન ફાઉન્ડેશન (TiHAN)-IITH પર ટેક્નોલોજી ઇનોવેશન હબ મોબિલિટી સેક્ટરમાં ઇનોવેશનને અનેક કામગીરી હાથ ધરવામાં આવી છે.
તિહાન ટેસ્ટબેડ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક, ઉદ્યોગ અને આર એન્ડ ડી લેબ વચ્ચે રિસર્ચ માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડશે, અને આ રીતે ભારત ઓટોનોમસ નેવિગેશન ટેક્નોલોજીમાં વૈશ્વિક લીડર બનશે.

સિંહે પુનરોચ્ચાર કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશે ટેકનોલોજીમાં ઘણી પ્રગતિ કરી છે અને ઘણા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. આવી જ એક પહેલ નેશનલ મિશન ઓન ઇન્ટરડિસિપ્લિનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ (એનએમ-આઇસીપીએસ) હેઠળ સમગ્ર દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) દ્વારા 25 ટેકનોલોજી ઇનોવેશન હબની સ્થાપના કરવાની છે.

તિહાન આ દાયકાના રાષ્ટ્રીય મહત્વના ઘણા એપ્લિકેશન સેકટર માટે ઓટોનોમસ યુએવી અને ગ્રાઉન્ડ / સરફેસ વ્હિકલનો ઉપયોગ કરીને રીઅલ-ટાઇમ સીપીએસ સિસ્ટમ વિકસાવી રહ્યું છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ ડો. શ્રીવરી ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ટેસ્ટિંગ સુવિધામાં એરસ્ટ્રીપ, સોફ્ટ લેન્ડિંગ એરિયા, ડ્રોન રાખવા માટે હેંગર, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન (જીસીએસ),  ટેલિમેટ્રી સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.

Your email address will not be published.