ભારતના ફુગાવાના ઊંચા આંકડાએ કંપનીઓને શ્રિન્ક ઇન્ફ્લેશનની ફરજ પાડી

| Updated: May 17, 2022 4:57 pm

રિઝર્વ બેન્કે ચોથી મેના રોચ રેપો રેટમાં 40 બેસિસ પોઇન્ટનો આશ્ચર્યજનક વધારો કરવાની જાહેરાત કરી હતી. આ પગલું મોનેટરી પોલિસી કમિટીનું જુનમાં યોજાનારી બેઠક પૂર્વે લેવાયું હતુ. તેના લીધે એપ્રિલના ફુગાવામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વાણિજ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 15.08 ટકા હતો, જે માર્ચમાં 14.55 ટકા હતા.

જથ્થાબંધ ભાવાંક શું છે?

જથ્થાબંધ ભાવાંક એવો ઇન્ડેક્સ છે જે છૂટક ફુગાવા પૂર્વે માલસામગ્રીમાં થતા ફેરફારોનો ટ્રેક રાખે છે. આ પ્રકારનો ફુગાવો મુખ્યતે મોટાપાયા પર વેચાતી જથ્થાબંધ વેચાતી વસ્તુઓનો હોય છે. તે એકમોથી એકમો વચ્ચે અથવા તો કારોબારોથી કારોબારો વચ્ચે વેચાય છે. જથ્થાબંધ ફુગાવો હંમેશા રેશિયો કે ટકાવારીમાં ગૂડ્સનો સરેરાશ ભાવ દર્શાવે છે, દેશમા ફુગાવાના સ્તરે માપવા માટે તે ઉપયોગમાં લેવામાં આવતા માપદંડોમાં એક છે.

વર્ષ અગાઉ જથ્થાબંધ ફુગાવો 10.74 ટકા હતો. જ્યારે આ વખતે એપ્રિલમાં પણ જથ્થાબંધ ફુગાવો દસ ટકાથી વધારે છે. આમ સળંગ છેલ્લા 13 મહિનાથી ફુગાવો દ્વિઅંકી દરથી ઉપર છે. ઊંચો ફુગાવો એફએમસીજી કંપનીઓમાં વધારે પ્રતિબિંબિત થાય છે, કારણ કે તેમનો કાચા માલનો ખર્ચ વધે છે અને તેના લીધે તેમણે વિવિધ માર્ગે તેમની પ્રોડક્ટ્સના ભાવ વધારવા પડે છે. તેના મોટાભાગના ગ્રાહકો મધ્યમ વર્ગનાઅને નીચલા મધ્યમ વર્ગના હોય છે. તેમની વધતો ભાવ સહન કરવાની ક્ષમતા ઓછી હોવાના લીધે કંપનીએ ભાવ અંકુશમાં રાખવા પ્રોડક્ટની સાઇઝ ઘટાડવી પડે છે. આના કારણે શ્રિન્ક ઇન્ફ્લેશન જોવા મળે છે.

એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવાના આંકડા 12મી મેના રોજ જારી થયા હતા. તે દર્શાવે છે કે એપ્રિલમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) વધીને 7.79 ટકા થયો છે. આ ફુગાવો મે 2014 કે 95 મહિના પછીનો સૌથી મોટો ફુગાવો છે.

શ્રિન્ક ઇન્ફ્લેશન શું છે?

શ્રિન્ક ઇન્ફ્લેશનમાં કંપનીઓ જ્યારે ઊંચા ફુગાવાને પહોંચી વળવા માટે પ્રોડક્ટની વજન કે કદમાં ઘટાડો કરે છે. ભારતીય કંપનીઓ ઊંચા કાચા માલના ખર્ચને પહોંચી વળવા માટે આ સાધનો ઉપયોગ કરે છે. આ રીતે તે નીચલી આવક જૂથમાં અને ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિય તેની બ્રાન્ડ્સને જાળવી શકે છે.હિંદુસ્તાન યુનિલિવર, નેસલે, ડાબર અVે બીજી ઘણી કંપનીઓએ વધતા જતાં ફુગાવાને પહોંચી વળવા આ માર્ગ અપનાયો છે.

Your email address will not be published.