થર્મોકોલના ડીઝાઇનેબલ પડિયા-પતરાળાંના ક્રેજ વચ્ચે દેશી પતરાળાં ખોવાયા

| Updated: May 1, 2022 6:15 pm

છેલ્લા કેટલાક વર્ષોથી અવનવી ડીઝાઇન વાડી ડીસ્પોઝલ પ્લેટના કારણે આદિવાસી ગામડાઓ વાપરવામાં આવતી આ દેશી ડીશ (પતરાળાં) હવે નાશ થવાના આરે છે. ખૂબ ઓછા પ્રમાણમાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે અને વહે કેટલાક આદિવાસી પરિવારના ઘરડાં લોકો ઘરે બનાવી પોતાની આજીવીકા મેળવી રહ્યા છે. આવુ જ એક કુટુંબ ખાનપુર તાલુકાનાં વાવકુવા ગામનાં લોકો આજે પણ દેશી પતરાળાં બનાવી રહ્યા છે અને વેચી પણ રહ્યા છે.

આજના ઝડપી અને યાંત્રિક યુગમાં લોકોની જીવન શૈલી દિવસે ને દિવસે બદલાઈ રહી છે. જેમ ટેકનોલોજી આવી રહી છે તેની સાથે વસ્તુઓ પણ અવનવી ટેકનોલોજી સાથે જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ખાખરાના પાનમાંથી બનતા દેશી પડીયા-પતરાળા આજે દરેક ઘરમાંથી લુપ્ત થઇ ગયા છે. પહેલા દરેક સમાજ તેનો ઉપયોગ કરી પોતાના લગ્ન પ્રસંગમાં માત્ર ને માત્ર દેશી હાથ બનાવટના પડીયા-પતરાળા તે પણ ખાખરાના પાનના બનતા હતા અને તેમાં દરેક વર્ગ તેનો પ્રસંગો પાત ઉપયોગ કરતુ હતું.

આજના ઝડપી અને ટેકનોલોજી યુગમાં દિવસે ને દિવસે બજારમાં અવનવી ડીઝાઇનમાં ડીસ્પોઝલ પ્લેટના કારણે બજારમાં તેનો ક્રેજ વધવા પામ્યો છે. આજે દરેક મેરેજ તેમજ કોઈપણ સામાજિક પ્રસંગોમાં પ્લસ્ટિક, થર્મોકોલના અવનવી ડીઝાઇનના પડીયા-પતરાળા આવતા હવે દેશી અને હાથથી બનેલા પડીયા પતરાળા લુપ્ત થઇ ગયા છે. પ્લસ્ટિક, થર્મોકોલ પતરાળાં કેમિકલ યુક્ત હોવાના કારણે શરીરમાં અવનવા રોગો વધવા પામ્યા છે. કેન્સર જેવી ગંભીર બીમારી નુ કારણ પ્લાસ્ટિક છે. ત્યારે દિવસે ને દિવસે પ્લાસ્ટિકનું પ્રમાણ પણ વધ્યું છે.

મહીસાગર જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવાર આજે પણ ખાખરાના પાનમાંથી દેશી પડીયા-પતરાળા બનાવે છે જે વર્ષો સુધી ખરાબ થતા નથી અને તેમાંથી રોજગારી મેળવી વેચે પણ છે. આજે માત્ર અમુક જ સમુદાય હશે જે દેશી પડીયા-પતરાળાનો ઉપયોગ કરે છે બાકી તમામ વર્ગ હવે અવનવી ડીઝાઇનવાળા પ્લાસ્ટિક કોટિંગ અને થર્મોકોલના પડીયા-પતરાળા લાવી બીમારી નોતરે છે. જોકે શિક્ષિત થઈને આપણે જાણીએ છીએ કે ખાખરાના પાનની આ પડીયા-પતરાળાં આરોગ્યની દ્રષ્ટિએ ખુબ લાભ દાઈ છે અને જમ્યા પછી ખાતર બનીને પણ તેનો ઉપયોગ થાય છે.

જયારે બજારમાં મળતા પ્લાસ્ટિક કોટિંગ અને થર્મોકોલના પતરાળા હવા તેમજ જમીન પણ પ્રદુષિત કરે છે. ગમે તેમ નાખેલા પતરાળાથી પશુઓને પણ નુકશાન થાય છે. ત્યારે આવા આદિવાસી પરિવારને નવી રોજગારી મળે તે હેતુ સર ઘરે બનવતા દેશી પડીયા-પતરાળા બનવતા ગૃહઉધોગને સરકારે પ્રોત્સાહિત કરવું જોઈએ જેથી આવા કેટલાય પરિવાર ને રોજગારી મળે અને લુપ્ત થતી હાથ બનાવટની દેશી પતરાળા બનાવતી જૂની સંસ્કૃતિ પણ સચવાઈ જાય.

( અહેવાલ: વિશાલ પારેખ, મહીસાગર )

Your email address will not be published.