મોંધવારીએ હવે રોજિંદી વપરાશની વસ્તુઓમાં જોવા મળી રહી છે, ભાવ સાંભળી ધ્રાસકો પડશે

| Updated: May 18, 2022 3:57 pm

મોંધવારીમાં સતત વધારો થઇ રહ્યો છે તેની સાથે અનેક વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.ખાલી પેટ્રોલ-ડીઝલના ભાવમાં નહી પરંતુ થઇ રહ્યો છે અનેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો.મોંધવારીએ લોકોનું જીવન ખોંરવી નાખ્યું છે.

ઘઉંના લોટની કિંમતની વાત કરવામાં આવે તો 20 રૂપિયા કિલો હતો તે હવે 40 રૂપિયા કિલોમાં મળી રહ્યો છે અને તેની સાથે બિજા મસાલામાં પણ કિંમતમાં વધારો થયો છે તેના ભાવની વાત કરવામાં આવે તો

ઘઉંનો લોટ જે અગાઉ 20 રૂપિયા કિલો હતો તે હવે 40 રૂપિયા કિલો મળે છે. લાલ મરચું 150 રૂપિયા કિલો હતું તે હાલ 500ની કિંમતમાં જોવા મળી રહી છે.

વધી રહેલી મોંધવારીમાં અનેક ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, અનાજ, મરી મસાલા હોય કે શાકભાજી તમામના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો અનેક વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે ભાવ વધારના કારણે લોકોનું જીવન મોંધુ બની ગયું છે.કોઇ પણ હોય આજે તેમને મોંધાવરીનો સામનો કરવાનો વારો આવ્યો છે કેમકે કોરોનાએ મંદી લાવી દીધી છે માર્કેટમાં જેના કારણે કોઇને પણ હાલ ફાયદો જોવા મળી રહ્યો નથી જેના કારણે આ માર બધાને વાગી રહ્યો છે.પેટ્રોલને 17.51 રૂપિયાના વધારા જયારે ડીઝલને 12. 47 રૂપિયાના વધારા ઉપર પહોંચાડ્યો છે જેના કારણે હવે લોકો પોતાનું જીવન કઇ રીતે પ્રસાર કરે તે પણ હવે ચિંતા જોવા મળી રહી છે.

વધતી જતી મોંઘવારી ભયાવહ દાવાનળ સમાન બની છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, અનાજ, મરી મસાલા હોય કે શાકભાજી તમામના ભાવમાં તોતિંગ વધારો છે. જથ્થાબંધ વસ્તુઓમાં મોંઘવારીનો વૃદ્ધિનો દર 15% થી વધુના દરે નોંધાયો છે. આ આંકડો સામાન્ય પરિવારોના બજેટ ઉપર ભાર વધારી રહ્યો છે. શરૂઆત પેટ્રોલ ડીઝલથી કરીયે કારણકે પેટ્રોલ અને ડીઝલમાં સામાન્ય વધારો પણ આપણા અર્થતંત્ર ઉપર મોટી અસર વર્તાવે છે. દર વખતે પેટ્રોલ અને ડીઝલમાં પૈસા પૈસાના ભાવે થતો વધારાએ એક જ વર્ષમાં પેટ્રોલને 17.51 રૂપિયાના વધારા જયારે ડીઝલને 12. 47 રૂપિયાના વધારા ઉપર પહોંચાડ્યો છે.

ગત વર્ષે 2021 ના પ્રારંભમાં પેટ્રોલ 87. 57 રૂપિયા પ્રતિ લિટરે જયારે ડીઝલ 86. 96 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું હતું. 2020 માં પેટ્રોલ 72.51 રૂપિયા અને ડીઝલ 71.16 રૂપિયાના ભાવે વેચાતું હતું. 2022માં ભાવમાં જૂજ વધારો થતા લોકોએ એક લીટર પેટ્રોલ માટે. 105. 8 રૂપિયા જયારે ડીઝલ માટે 99. 43 રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે.

ગુજરાત માટે આગામી બે દિવસો આકરા, એસી-પંખા બનશે નકામા, સુરેન્દ્રનગર સૌથી હોટ શહેર

આ મોંઘવારીનો સૌથી વધુ ભાર ગૃહણીઓ ઉપર પડી રહ્યો છે. કાલુપુર બજારમાં કરિયાણાની દુકાન ચલાવતા વેપારીનું કહેવું છે કે આવી મોંઘવારી તેમણે પહેલા ક્યારેય જોઈ નથી. દરેક વસ્તુઓ એક બે વર્ષમાં બમણા ભાવે વેચાઈ રહી છે. ઘઉંનો લોટ જે અગાઉ 20 રૂપિયા કિલો હતો તે હવે 40 રૂપિયા કિલો મળે છે. લાલ મરચું 150 રૂપિયા કિલો હતું તે હાલ 500 રૂપિયા કિલો છે, તેલનો 1. 5 વર્ષ અગાઉનો ભાવ 1200 રૂપિયા હતો તે હાલ 2850 ના ભાવે મળી રહ્યો છે. નિશ્ચિત રૂપે આ મોંઘવારી મુશ્કેલમાં મૂકનારી છે.

વાત માત્ર અહીં જ આવીને પુરી નથી થતી. રોજિંદી જરૂરિયાતમાંથી બાકાત ન કરી શકાય તેવી શાકભાજી પણ લોકોને રડાવી રહી છે.લીબુંના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે તેની સાથે હવે તો તેના ભાવમાં પણ વધુ વધારો થશે કેમકે હવે ગુજરાતમાં લીંબુની અછત જોવા મળી રહી છે અને તેના કારણે હવે વિદેશથી લીબું મગાવામાં આવશે અને તેના કારણે ભાવમાં વધારે પડતો ભાવ વધી જશે.

પણ વાંચો-બુદ્ધ પૂર્ણિમાએ પક્ષીઓને મુક્ત કરવાની પરંપરા છે, જાણો 10 ખાસ વાતો

ટામેટા હાલ 70-80 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. જે માત્ર 2 -3 મહિના પહેલા 20 રૂપિયા કિલોમાં વેચાતા હતા. લીંબુ 160, પરવળ 160 કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.આ સાથે હવે દરેક શાકભાજીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.એક બાજુ કુદરત તો એક બાજુ સરકાર માર મારી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.

Your email address will not be published.