સુરત ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટાચાર થયાની પુષ્ટિ આપતી માહિતી બહાર આવી, જાગૃત નાગરિકોની લડત અંતે રંગ લાવી

| Updated: April 30, 2022 6:39 pm

ટોઇંગ ક્રેન એજેન્સીની ઓછી કામગીરી બદલ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા રૂ.20 લાખ કાપી લીધા અને જુલાઈ મહિનાના આઈ – ફોલો કેમ્પેઈનનું ભાડું ચુકવ્યું નથી. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પેપર ઉપર વધુ સ્પષ્ટ રહેવાનો પ્રયાસ. વર્ષ 2020 માં લોકડાઉન દરમિયાન ટોઇંગ ક્રેન સંચાલનમાં થયેલ ભ્રષ્ટાચારની ફરિયાદ પછી વર્ષ 2021 માં એજન્સીના રૂ. 20.24 લાખ 13 મહિનામાં દંડ પેટે કાપી લીધા હતા. વર્ષ 2020 ના આઈ- ફોલો કેમ્પેઇન દરમિયાન 22 જેટલી ટોઈંગ ક્રેનો કામગીરી નહી કરેલ હોવા છતાં નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક દ્વારા પૂરે પૂરું ભાડું ચૂકવવામાં આવેલ હતુ. વર્ષ 2021 માં ભાડે રાખેલ 16 પૈકી 8 ક્રેન આઈ- ફોલો કેમ્પેઇન દરમિયાન બંધ રાખીને અંદાજે રૂ.10 લાખથી પણ વધારે રકમનો ભ્રષ્ટાચાર કરવામાંથી એક જાગૃત નાગરિકનો સવાલ સુરત પોલીસ તંત્રને નડી ગયો છે.

સુરતમાં લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં ટોઈંગ ક્રેન બંધ હોવા છતા સત્તાનો દુર-ઉપયોગ કરીને લાખ્ખોના પેમેન્ટની ચૂકવણી કરવા બદલ નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક અને મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગની સાથે ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલ સામે પણ કાર્યવાહી કરવા માટે શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા ઉચ્ચ સ્થળે ફરિયાદ કરવામાં આવેલ હતી. આ ભ્રષ્ટાચારમાં ઉચ્ચ કક્ષાના IPS અધિકારી એવા તત્કાલીન નાયબ પોલીસ કમિશ્નર પ્રશાંત સુમ્બે તથા મદદનીશ પોલીસ કમિશ્નર એ.પી.ચોહાણની સંડોવણી હોવા છતાં તપાસ અધિકારી, અધિક પોલીસ કમિશ્નર શરદ સિંઘલ આઈ.પી.એસ. દ્વારા બંને અધિકારીઓને બચાવીને અરજદારની ફરિયાદ ફાઈલે કરી દેવામાં આવેલ હતા.

સામાજિક કાર્યકર્તા સંજય ઇઝાવાની ફરિયાદમાં સુરત પોલીસ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નહી કરતા મામલો નામદાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલય સુધી પોહચી ગયો છે, હાલ આ મેટર નામદાર કોર્ટમાં પેન્ડીંગ છે. ભ્રષ્ટાચાર અંગેનુ તપાસનુ માર્ગદર્શન આપતી નામ.સુપ્રિમ કોર્ટના ચુકાદાનો ભંગ બદલ તપાસ અધિકારી સામે પણ ફરજ પરના બેદરકારી અને સત્તાનો દુરુપયોગ સામે કાર્યવાહી કરવા જ્યુડી. મેજી. ફર્સ્ટ ક્લાસ કોર્ટ, સુરતમાં પણ કેસ દાખલ કરવામાં આવેલ છે.

લોકડાઉનમાં પણ કામગીરી નહી કરેલ હોવા છતાં લાખોના પેમેન્ટ આપી દીધા

વર્ષ 2020 માં ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલના આખા વર્ષમાં કોઈ દંડ કે પેનલ્ટી કાપ્યા વગર પૂરે પૂરું પેમેન્ટ આપી દેવામાં આવતું હતું. લોકડાઉનમાં પણ કામગીરી નહી કરેલ હોવા છતાં લાખોના પેમેન્ટ આપી દીધા અને આઈ- ફોલો કેમ્પેઈન દરમિયાન પણ તમામ ક્રેનનું પૂરે પૂરુ ભાડું ચૂકવી દેવામાં આવેલ છે. આ તમામ મુદાઓ ફરિયાદમાં શામિલ કરવામાં આવેલ હોવાથી હવે વર્ષ 2021 માં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પેપર ઉપર વધુ કાળજી રાખવામાં આવેલ છે.

જાગૃત નાગરિકની ફરિયાદ બાદ એક્શન મૂડમાં

ફેબ્રુઆરી 2021થી ફેબ્રુઆરી 2022 સુધીના સમયગાળામાં ઓછો સમય ચાલેલ હોય તેવી ટોઈંગ ક્રેનના દંડ પેટે રૂ. 16,86,000/-, ટોઈંગ ક્રેનમાં ઓછા મજૂર રાખવામાં આવેલ હોય તે પેટે રૂ. 37,200/- અને ટોઈંગ ક્રેન દ્વારા દૈનિક લઘુતમ કામગીરી નહી કરવા બદલ રૂ. 3,1,000/- મળીને કુલ્લે રૂ. 20,24,200/- દંડ પેટે ટોઈંગ ક્રેન એજન્સી રોનક ટ્રેડેર્સના બિલમાંથી કાપી લેવામાં આવેલ છે. જે દિવસ ક્રેન બંધ હોય એનું પણ ભાડું કાપી લેવામાં આવેલ છે. એક જાગૃત નાગરિક દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલ પછી આજે સુરત પોલીસ દ્વારા જનતાના લાખો રૂપિયાની બચત કરાવવામાં સફળ થયેલ છે.

ભ્રષ્ટાચાર થયું એનું આ એક ઉત્તમ ઉદાહરણ

આ બાબતે જાગૃ નાગરિક સંજય ઇજાવા કહ્યું હતું કે સવાલએ થાય છે કે વર્ષ 2020 માં દંડ પેટે અગ્રવાલ એજન્સીનો એક રૂપિયો પણ આ રીતે કાપ્યો નથી. લોકડાઉન દરમિયાનના લાખો રૂપિયાની ચુકવણી અને આઈ-ફોલો કેમ્પેઈન દરમિયાનના લાખો રૂપિયા કેમ ચૂકવી દીધા ? એટલે ભ્રષ્ટાચાર થયું એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. વધુમાં જણાવ્યું હતું કે ટોઈંગ ક્રેન સંચાલનમાં ભ્રષ્ટાચાર હજી ચાલુ છે. તેમજ ઓછી રકમ ભરીને ટેન્ડર મેળવનાર ટોઈંગ ક્રેન સંચાલક કમાવવા માટે અધિકારીઓ સાથે મળીને નો-પાર્કિંગમાંથી ઉઠાવવામાં આવેલ વાહનોનો મેમો/ચલણ બનાવ્યા વગર દૈનિક ઘણા વાહનો બારોબાર છોડી દેતા હોય છે.

સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ટોઈંગ ક્રેન સંચાલક દ્વારા જુલાઈ 2021 થી લઈને ફેબ્રુઆરી 2022 સુધી DCP ટ્રાફિક, DCP એકાઉન્ટને ACP વહીવટ અને પ્લાનિંગ અને પી.આઈ. સહિત કુલ્લે રૂ.27,89,000/- નો વહીવટ અત્યાર સુધી કરી ચુક્યા છે. આ આકડો દર્શાવતું એક ચિઠ્ઠી હાલ ચર્ચાનો વિષય બની ગયેલ છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.