મુંડનવાળા દેખાવનો પ્રયોગ કર્યા પછી ડીનોએ લાંબા વાળ રાખ્યા તો લોકોએ કહ્યું, “વાહ, ક્યા બાત હૈ!”

| Updated: August 30, 2021 3:59 pm

27 ઓગસ્ટથી ડિઝની+ હોટસ્ટાર ચેનલ પર શરુ થયેલા ધ એમ્પાયર સિરીઝમાં, ડિનો મોરિયા દુષ્ટ શૈતાની શૈબાનીખાનની ભૂમિકામાં દેખાશે.

આ ફિલ્મ એલેક્સ રધરફોર્ડની કલ્પાનમિશ્રિત ઇતિહાસ પર આધારિત રચના ” એમ્પાયર ઓફ ધ મોગલ : રેઇડર્સ ફ્રોમ ધ નોર્થ “પર આધારિત છે:. ડિનોને પૂછો કે મોગલ સામ્રાજ્ય વિષે આટલું બધું જાણ્યા પછી આ ફિલ્મમાં નવું શું જોવાની આશા રાખી શકાય? તો એ કહે છે , ” શૈબાની ખાન. તે એક એવું કિરદાર છે જેના વિષે તમે આ પહેલાં ક્યારેય સાંભળ્યું અથવા વાંચ્યું નહિ હોય .”

ડિનો શોમાં એના વાળના જટિયા, દાઢી અને છટાદાર, મૂંછો સાથે આકર્ષક શ્યામ દીપડાની જેમ સુંદર, પાશવી અને અકળ દેખાય છે. તે માને છે કે આ દેખાવને ઉભો કરતી વખતે તેને ડિરેક્ટર, મીતાક્ષર કુમારે ઘણી મદદ કરી જેણે તેને આ શોમાં પહેરેલા કપડાના થર ચીંધનાર સ્ટાઈલિસ્ટની મુલાકાત કરાવી.

“શરૂઆતમાં, અમે મુંડનવાળા માથા સાથે દેખાવાનો પ્રયોગ કર્યો અને માથા પર કૃત્રિમ પેચ લગાડયો. તે પણ સારું લાગતું હતું. પરંતુ પછી અમે જયારે લાંબા વાળ અજમાવ્યા અને તેની ત્વરિત પ્રતિક્રિયા આવી, “વાહ, આ સેક્સી છે!” અને તેથી, એ લૂક રાખવાનું નક્કી કર્યું,” એમ ડિનો કહે છે. એણે તેના ચહેરા પર કેટલાક ડાઘ અને નિશાન મૂકવા માટે થોડો પ્રોસ્થેટિક્સનો ઉપયોગ કર્યો છે.

વિલનના રોલમાં જવાનું કઈ રીતે બન્યું એવું પૂછતાં એ કારણ આપે છે કે તેને ઓફર કરાતી નકારાત્મક ભૂમિકાઓ રસદાર અને રસપ્રદ છે અને તેને અંદેશો આવી જાય છે કે એવા રોલ લોકોમાં એક અભિનેતા તરીકે તેને ચાહના અપાવશે. “એવું નથી કે હું સભાનપણે આવા રોલ શોધી રહ્યો હતો, પણ નસીબજોગે એ રોલ મને મળ્યા અને એક અભિનેતા તરીકે મને પડકાર ગમે છે.”

ડીનો મોરિયો

તમામ કોવિડ પ્રોટોકોલ અને પ્રતિબંધો સાથે ચાલુ રોગચાળા દરમિયાન, મોગલ વંશના સ્થાપક, બાબરની આસપાસ ફરતા આવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને શૂટ કરવું મુશ્કેલ હતું? “તે અઘરું હતું, પરંતુ અમે તેને પૂરું કર્યું. જો તમે તેને યોગ્ય રીતે કરો તો કંઈપણ અશક્ય નથી,” તે દાવો કરે છે.

ડિનો શારીરિક સજ્જતાની ટોચ પર , તલવારનો ક્રુરતાપૂર્વક ઘા કરતા પહેલા ડરામણી રીતે વીંઝનાર શૈબાની ખાન તરીકે દમદાર દેખાય છે, તે જણાવે છે કે લોકડાઉન દરમ્યાન એ રોજ કસરત કરતો. “કસરતની ટેવ મને ઘણા લાંબા સમયથી છે. કરસત મને શાંત, સ્થિર કેન્દ્રિત અને શિસ્તબદ્ધ રાખે છે,” તેમ તે સમજાવે છે.

આ પ્રોજેક્ટ માટે એણે ઘણું વાંચ્યું અને તેની ટીમ સાથે તે નવી રચનાઓમાં વ્યસ્ત હતો જેનું નિર્માણ તે પોતે કરશે. “અમે બે સુંદર વાર્તાઓ લખી છે અને મેં તેમને અભિનેતાઓ સમક્ષ રજૂ કરવાનું શરૂ કર્યું છે. એક રોમાંચક થ્રિલર છે, બીજી રોમેન્ટિક કોમેડી છે, ” તેમ ડિનોએ ગર્વથી માહિતી આપી.

દરમિયાન, તેણે પોતાની આગામી કૃતિ હેલ્મેટ સમાપ્ત કરી છે, જે પોસ્ટ-પ્રોડક્શનની વચ્ચે હતી અને બધું સ્થગિત કરી દેનાર કોરોના ત્રાટક્યો. આ ફિલ્મ ઝી 5 પર 3 સપ્ટેમ્બરે રિલીઝ થશે. અગાઉ, તેણે જિસ્મ 2નું નિર્માણ કર્યું હતું જે હની ટ્રેપ વિશે હતું, અને હવે હેલ્મેટમાં કોન્ડોમ માંગવા માટે ખૂબ શરમાતા માણસની સમસ્યાની વાત છે. નિર્માતા કહે છે, “જ્યારે મારી સાથે મારા પહેલા પ્રોડક્શનમાં પણ કામ કરનાર ડિરેક્ટર સતરામ રામાણી મારી પાસે આ વિચાર લઈને આવ્યા, ત્યારે મને તે વિચાર તરત પસંદ પડ્યો.”

“હું સ્ટોરની બહાર અડધો કલાક વીતાવું, પછી અંદર જઇને માલિક અથવા વેચાણકર્તાને ચીંધું જે મોટા અવાજે કહેશે,” ઓહ, તમને કોન્ડોમ જોઈએ છે, ઘણા લોકો હજુ પણ કોન્ડોમ ખરીદવા માટે પૂછતાં મૂંઝાય છે તેથી જ મને લાગે છે કે આપણે તેના વિશે વધુ વાત કરવાની જરૂર છે. “ડીનો જણાવે છે અને ઉમેરે છે કે આ ફિલ્મમાં કશું બિભત્સ કે અણછાજતું નથી. વાર્તા સરસ રીતે કહેવી એ એક સભાન નિર્ણય હતો. એક સાંકડી રેખા છે તમે તેને પાર કરો કે તરત તે એક સેક્સ કોમેડી બની જશે જે હું બિલકુલ ઈચ્છતો નથી.”

તો પછી હવે શું? “જ્યાં સુધી હું હસ્તાક્ષર ન કરું ત્યાં સુધી હું કોઈ વાત કરી શકતો નથી. તેથી હાલ પૂરતું હું વધારે બોલું તે પહેલા હું ચૂપ થઈ જાઉં,”તે હસ્યો, પરંતુ આશા રાખીએ કે ટૂંક સમયમાં જ તેની પાસે વિશ્વને જણાવવા માટે કંઈક સમાચાર હશે.

Your email address will not be published. Required fields are marked *