કોવિડ-19: ભારતમાં ઓમિક્રોનના બીએ.4, બીએ.5 સબવેરિયન્ટ્સની પુષ્ટિ

| Updated: May 23, 2022 11:04 am

ભારતમાં હૈદરાબાદમાં ઓમિક્રોન બીએ.4 સબ-વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ વેરિઅન્ટ સૌ પહેલા દક્ષિણ આફ્રિકામાં દેખાયો હતો અને તે ખૂબ જ ચેપી છે.

કેન્દ્રીય સંસ્થા ઇન્સાકોગએ રવિવારે ભારતમાં કોરોના વાયરસનાં બીએ.4 અને બીએ.5 વેરિઅન્ટની  પુષ્ટિ કરી છે, પ્રથમ તમિલનાડુમાં અને બીજો તેલંગાણામાં. હૈદરાબાદમાં ઓમિક્રોન બીએ.4 સબ-વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો.

ભારતીય સાર્સ-કોવ-2 કન્સોર્ટિયમ ઓન જિનોમિક્સ (ઇન્સાકોગ)નાં વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ભારતમાંથી, બીએ.4 સબ-વેરિઅન્ટની વિગતો જીઆઇએસએઆઇડી પર મુકવામાં આવી  આવી હતી, જે એક ગ્લોબલ સાયન્સ પહેલ છે જે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ અને કોવિડ -19નાં રોગચાળા માટે જવાબદાર કોરોના વાયરસના જીનોમિક ડેટાની ઓપન એક્સેસ પુરી પાડે છે.

મે મહિનાની શરૂઆતમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(ડબ્લ્યુએચઓ)એ દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમવાર શોધી કાઢેલા અત્યંત ચેપી ઓમિક્રોન વેરિઅન્ટના બીએ.4 અને બીએ.5માં એવું મ્યુટેશન થયું છે જે તેમની લાક્ષણિકતાઓને અસર કરી શકે છે.

રવિવારે અપડેટ કરવામાં આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં કોરોનાનાં 2,226 નવા કેસ નોંધાયા છે, તેની સાથે દેશમાં કોવિડ -19 કેસોની કુલ સંખ્યા 4,31,36,371 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ ઘટીને 14,955 થયા છે. સવારે આઠ વાગ્યે અપડેટ કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, 65 નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક 5,24,413 પર પહોંચી ગયો છે.

Your email address will not be published.