ગુજરાતમાં મુન્નાભાઈ MBBS જેવા દ્રશ્યો: રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધારે બતાવવા વિદ્યાર્થીઓને ડમી દર્દીઓ બનાવાયા

| Updated: August 4, 2022 4:42 pm

રાજપીપળા સરકારી હોસ્પિટલમાં દર્દીઓના આંકડાઓ વધારે બતાવવા માટે વિદ્યાર્થીઓને ડમી દર્દીઓ બનાવી દેવાનો કૌભાંડ ઝડપાયો છે. સિવિલ સત્તાધીશોના આ ખેલને જાગૃત નાગરિકોએ ખુલ્લો પાડી દેતાં સત્તાધીશો બચાવની મુદ્રામાં આવી ગયાં છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજપીપળા ખાતે આવેલ જૂની સિવિલ હોસ્પિટલનું આર્યુવેદિક કોલેજની ઇમારતમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે આ હોસ્પિટલને ગુજરાત મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર (GMERS) સાથે સંલગ્ન કરી દેવામાં આવી છે. આ નિર્ણયને પગલે સિવિલ હોસ્પિટલની નામનામાં વધારો જરૂર થશે, પરતું સત્તાધીશો દ્વારા આ હોસ્પિટલ વિવાદમાં આવી છે. જૂની સિવિલ હોસ્પિટલને મેડિકલ કોલેજની મંજુરી આપતાં પહેલાં આરોગ્ય વિભાગની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધારે બતાવવા માટે નર્સિંગ કોલેજના 29 જેટલા વિદ્યાર્થીઓને ડમી દર્દી બનાવવામાં આવ્યા હતા. આ દર્દીઓની તલાસી લેતા તમામ મામલો સામે આવ્યો હતો. ખોટા ખોટા ધંતિગો કરી વિદ્યાર્થીઓને વિવિધ વોર્ડમાં સારવાર આપવાનું બહાનું કરવામાં આવી રહ્યું હતું.

ડમી દર્દીઓના હાથમાં ખોટી ખોટી સિરિઝ લગાડી દેવામાં આવી હતી. આ સિરિઝમાં સામાન્ય રીતે દર્દીને ઈન્જેક્શન અને બોટલો ચઢાવવામાં આવતી હોય છે પરતું અહીંયા ફકત સિરિઝ લગાડી દીધી હતી અને તે પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે દેખાવવા માટે. ફરજ પર હાજર વોર્ડ નર્સને બોલાવી પટ્ટી કાઢી બતાવવાનું જણાવતા ત્યાં દરેકના હાથે માત્ર શોભાની પટ્ટી હોવાનું અને વેઈનફ્લોમાં સોય ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં જેટલા પણ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી તે તેમામ લોકોની ઉંમર એક સમાન જ જોવા મળી હતી. જેથી આ અંગે શંકા જતા તમામ ડમી દર્દીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ડમી દર્દીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું કે આ લોકો જીતનગર સરકારી નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને અહીંયા ખોટી રીતે દાખલ કરી દેવામાં આવ્યા છે. તો બીજી બાજુ પુરુષ સર્જિકલ વોર્ડ તથા ઓર્થોપેડિક વોર્ડમાં પણ 8 દર્દીઓ ડમી દર્દીઓ ખોટી સારવાર લઈ રહ્યા હતા.

Your email address will not be published.