ઇન્સ્ટાગ્રામે ભારતમાં રીલ્સ માટે ‘1 મિનિટ મ્યુઝિક’ ફિચર લોન્ચ કર્યું

| Updated: May 27, 2022 10:19 am

ઇન્સ્ટાગ્રામે ગુરુવારે રીલ્સ માટે નવા ફિચર “1 મિનિટ મ્યુઝિક ટ્રેક્સ”ની જાહેરાત કરી હતી, જે હાલમાં ફક્ત ભારતીય યુઝર્સ માટે જ છે.
કંપનીએ જણાવ્યું હતું કે નવા ફિચરથી રીલ્સ અને સ્ટોરીઝ માટે યુઝર્સને મ્યુઝિક ટ્રેક્સ અને વીડિયોનો સેટ મળશે અને તેમાં દેશભરના 200  કલાકારોના મ્યુઝીકનો સમાવેશ થાય છે.
ફેસબુક ઇન્ડિયા (મેટા)ના કન્ટેન્ટ એન્ડ કમ્યુનિટી પાર્ટનરશિપના ડાયરેકટર પારસ શર્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પરના ટ્રેન્ડ માટે મ્યુઝીક બહુ મહત્વનું છે. હકીકતમાં, રીલ્સ લોકો માટે મ્યુઝીક અને આર્ટિસ્ટને  શોધવા માટેનું પ્લેટફોર્મ પણ બની રહ્યું છે,
“1 મિનિટ મ્યુઝિક’ સાથે, અમે હવે લોકોને તેમની રીલ્સને વધુ મનોરંજક બનાવવા માટે મ્યુઝીક ટ્રેક્સના ખાસ સેટની ઍક્સેસ આપી રહ્યા છીએ. અમને આશા છે કે આ પ્લેટફોર્મ જાણીતા અને નવા આર્ટિસ્ટને રીલ્સમાં તેમનાં મ્યુઝીકને શેર કરવા અને પોતાના વિડીયો બનાવાની માટે ઉપયોગી સાબિત થશે. રીલ્સ વિકસી રહેલું વૈશ્વિક સ્ટજ છે જ્યાં લોકો આર્ટિસ્ટ અને મ્યુઝીક શોધે છે.
રીલ્સ લોન્ચ થયા પછી, આર્ટિસ્ટ તેનો ઉપયોગ તેમના મ્યુઝીકને લોન્ચ કરવા અને અન્ય લોકો સાથે શેર કરવા માટે કરી રહ્યા છે. આ પ્લેટફોર્મ પર ઘણા ટ્રેન્ડ બને છે અને તેને વધુ વેગ આપવા અને અન્ય લોકોને પણ તેમની પ્રતિભા દર્શાવવા પ્રેરિત કરવા ઇન્સ્ટાગ્રામ હવે ‘1 મિનિટ મ્યુઝિક’ પ્રોપર્ટીને રિલીઝ કરી રહ્યું છે. રીલ્સની ઓડિયો ગેલેરીમાં જઇને ‘1 મિનિટ મ્યુઝિક’નો ઉપયોગ કરી શકાય છે. 

Your email address will not be published.