અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ભિક્ષુકો પાસેથી હપ્તો લેનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ એક ભિક્ષુક પાસેથી 200 રુપિયા હપ્તો માંગ્યો હતો જેથી તેને હપ્તો ન આપતા તેણે માર માર્યો હતો.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના દાણીલીમડા પાસે આવલ તીન બત્તી વિસ્તારમાં સૌકત અંસારી નામનો શખ્સે છેલ્લા ચાર મહિનાથી ભિક્ષુકો પાસેથી દરરોજના 200 રુપિયા હપ્તો લેતો હતો. જેથી તેણે ગત એક ભિક્ષુક પાસેથી હપ્તો માંગ્યો હતો. ભિક્ષુકે હપ્તો આપવાની ના પાડતા તેણે તિક્ષણ હથિયાર વડે તેના પર જીવલેણ હુમલો કરી ઈજાઓ પહોંચાડી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
દાણીલીમડા પોલીસે ભારે જહેમત બાદ આરોપી સૌકતની ધરપકડ કરી હતી અને કેટલાક સમયથી આ કામ કરી રહ્યો છે તે દિશામાં તપાસ પણ હાથ ધરી છે. પોલીસને શંકા સેવાઈ રહી છે કે માત્ર આ એક ભિક્ષુક નહિ પણ અન્ય ભિક્ષુક પાસેથી પણ આ રીતે હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે.