નર્મદામાંથી નકલી ડિગ્રી માર્કશીટનું આંતરરાજય કૌંભાડ ઝડપાયું, બે યુવતીની ધરપકડ

| Updated: January 25, 2022 6:08 pm

ધરપકડ કરાયેલી એક યુવતી અગાઉ ગુગલમાં કામ કરતી હતી

નર્મદામાંથી ફેક ડિગ્રી-માર્કશીટનું(Fake Degree)આંતરરાજ્ય કૌંભાડ ઝડપી પાડવામાં આવ્યું છે. દિલ્હીથી મહિલા સૂત્રધારને ઝડપી પાડી ફેક ડીગ્રી-માર્કશીટ અને અન્ય સાધનો જપ્ત કરાયા છે. આ અંગેની વધુ તપાસ માટે એસ.આઈ.ટી ની રચના કરવાની જાહેરાત પણ જીલ્લા પોલીસ વડાએ કરી છે.

એસપી ડો.હિમકર સિંહે જણાવ્યું હતું કે કૌભાંડમાં પકડાયેલી અને મુખ્ય આરોપી બેઉલા નંદ રેવ બીસી નંદ મૂળ છત્તીસગઢની વતની છે.ડિપ્લોમા કોમ્પ્યુટરનો અભ્યાસ કર્યો છે, છેલ્લા 10 વર્ષથી એ દિલ્હીમાં રહી અલગ અલગ સંસ્થાઓ અને મોટી મોટી નામાંકિત કંપનીઓમાં નોકરી કરી છે, એણે ગૂગલ જેવી મોટી કંપનીમાં પણ નોકરી કરી છે.પરંતુ 2020 થી એ ફેક ડીગ્રી વેચવાની પ્રવૃતિઓ કરી રહી છે.

આ અંગેની મળતી માહિતી એવી છે કે રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ગત 10 ડિસેમ્બરના રોજ બનાવટી ડીગ્રી (Fake Degree) સર્ટીફિકેટ વેરિફિકેશન માટે આવ્યા બાદ ડીગ્રી સર્ટીફિકેટ અને વેબ સાઇટ ફેક બનાવેલી હોવાનુ બહાર આવતા રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.

નર્મદા જિલ્લા પોલીસ એસપી ડો.હિમકરસિંહની સૂચનાથી આ અંગેની તપાસ માટે નર્મદા જિલ્લા એલ.સી.બી પી આઈ એ.એમ.પટેલ સહીતની ટિમ ફેક વેબ સાઈડ બનાવનારની ઓળખ કરી હતી અને ફેક ડિગ્રી (Fake Degree) અને વેબસાઈટ દિલ્હીની બેઉલા નંદ રેવ બીસી નંદની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દિલ્હી સ્થિતિ તેના મકાનમાં રેડ કરી દેશના અલગ અલગ રાજ્યોની 35 યુનિવર્સીટીના 237 ફેક ડિગ્રી સર્ટિફિકેટ, 510 માર્કશીટો, પ્રિન્ટર, 94 રબર સ્ટેમ્પ તથા અલગ અલગ યુનીવર્સીટી તથા સંસ્થાઓના 37 વેબ સાઈડ ડોમેઈન જપ્ત કર્યા હતા.

નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહે આ અંગે કહ્યું હતું કે આ ફેક ડીગ્રી (Fake Degree) કૌભાંડમાં દેશના અલગ અલગ રાજ્યમાં કુલ 31 એજન્ટો સામેલ છે.દેશના હજારો લોકોએ આ ટોળકીઓ પાસેથી ફેક ડીગ્રી-માર્કશીટ લીધી હશે તેવી શંકા છે.કઈ યુનિવર્સીટી માંથી કંઈ ડીગ્રી જોઈએ છે એ મુજબ તેઓ પૈસા લેતા હતા.બી.એ થી લઈને પીએચડી સુધીની ડીગ્રીના 20 હજારથી લઈને 4 લાખ સુધીનો ભાવ હતો, ગ્રાહક કેવો છે એની પર પણ એ લોકો ભાવ વધ ઘટ કરતા હતા.ખાસ કરીને જેને વિદેશ જવું હોય એ જ લોકોને નકલી ડીગ્રી આપતા હતા.આ કૌભાંડમાં 31 એજન્ટો સિવાય વધુ લોકોની પણ સંડોવણી હોવાની શકયતા નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો –પોલીસ માનવતા ભુલી, વર-વધુને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખ્યા

ડો.હિમકર સિંહે વધુમાં જણાવ્યું હતું કે આ કૌભાંડની વધુ સઘન તપાસ માટે એસ.આઈ.ટી ની રચના કરવામાં આવશે.એસ.આઈ.ટી ના અધ્યક્ષ તરીકે કેવડિયા ડી.વાય.એસ.પી વાણી દુધાત હશે જ્યારે ટીમના અન્ય સભ્ય તરીકે એલ.સી.બી પી.આઈ સહિત અન્ય અધિકારીઓને મુકાશે.આ ફેક ડીગ્રીના વેરિફિકેશન માટે જુદી જુદી યુનીવર્સીટીના કર્મચારીઓ પણ સામેલ હોય એવું લાગી રહ્યું છે.રાજપીપળાની બિરસા મુંડા યુનીવર્સીટીની ડીગ્રીનો પણ સોદો થયો હતો પરંતુ કોઈ લેવા આવ્યું ન્હોતું.

આ 35 યુનીવર્સીટીઓ પૈકી અમુક યુનીવર્સીટી પાછલી તારીખમાં (Fake Degree) ડિગ્રી આપે છે જ્યારે પકડાયેલી મહિલા આરોપી સહીત અન્ય લોકો પોતે જ અલગ અલગ યુનીવર્સીટીની ડીગ્રી અને માર્કશીટની પ્રિન્ટર પર પ્રિન્ટ કાઢે છે.આ ફેક ડિગ્રીઓ જ્યારે યુનિવર્સીટી પર વેરિફિકેશન માટે જાય છે ત્યારે ત્યાંના અમુક અધિકારીઓ અને કર્મચારીઓ મારફતે આ એજન્ટો ડીગ્રી અને માર્કશીટનું વેરિફિકેશન કરાવી લેતા હતા.રાજપીપળાની બિરસા મુંડા યુનીવર્સીટીમાં જો કોઈ એવો કર્મચારી કે અધિકારી હશે એની સામે પણ કાર્યવાહી થશે.

Your email address will not be published.