નિર્લિપ્ત રાયે 164 મૂજબના 17ના નિવેદન લીધા, કોર્ટ સમક્ષ જયેશે તમામ કબુલાત કરી

| Updated: August 1, 2022 6:58 pm

રાજ્યના અમદાવાદ અને બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા છે. પોલીસની બેદરકારી હોવાનું સરકારે કરેલી કાર્યવાહી પરથી સ્પષ્ટ થાય છે. તેવામાં આઇપીએસ નિર્લિપ્ત રાયે સોમવારે પહોચી 164 મુજબના 17 નીવેદનો લેવડાવ્યા છે. કોર્ટ સમક્ષ જયેશે ગુનાની કબુલાત કરી હતી. આમ તપાસ નિર્લિપ્ત રાયે સંભાળતા જ તપાસનો દોર ધમધમાટ શરુ થઇ ગયો છે. તેમણે મદદ માટે અમરેલી જિલ્લાથી પણ 3 અધિકારીઓને મદદ માટે બોલાવ્યા છે.શંકાસ્પદ અધિકારીઓની યાદી બનાવી અને તે જે અધિકારી નજીક હશે તેમના નામ સાથેની વિગતોનો રિપોર્ટ સરકારમાં કરવાની તૈયારી કરી દેવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ.

રાજ્યના અમદાવાદ અને બોટાદ જિલ્લાની હદમાં ઝેરી દારુ પીધા બાદ અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકોએ આંખો ગુમાવી, લીવર સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં 50થી વધુ લોકોના જીવ ગયા છે ત્યારે અનેક લોકો હજુ પણ સારવારમાં છે. સરકારે મામલો થાળે પાડવા માટે બે જિલ્લા એસપીની બદલી કરી દીધી હતી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. આમ સરકારના ગૃહ વિભાગે લોકોને બતાવવા કાર્યવાહી તો કરી પરંતુ ગુનેગારો પર કાર્યવાહી કરવા માટે એસપી નિર્લીપ્ત રાયને તપાસ સોપી હતી.

આમ એસીપએ તપાસ હાથ ધરતા જિલ્લામાં શંકાસ્પદ ભુમિકા ભજવનારી પોલીસ પણ અવઢવમાં મુકાઇ ગઇ હતી. તપાસ ટીમે 17 લોકોના જજ સમક્ષ 164 મુજબના નિવદેન લીધા હતા અને મુખ્ય આરોપી જયેશ ઉર્ફે રાજુની કબુલાત પણ જજ સમક્ષ લીધી હતી. આ કેસમાં ભોગ બનનારને તપાસ ટીમ મળી હતી અને તેમના નિવેદનો સાથે તેમની તમમા રજૂઆત પણ સાંભળી હતી. જિલ્લામાં શંકાસ્પદ કામ કરનાર પોલીસની એક યાદી બનાવી છે અને તે ક્યા અધિકારીના નજીક છે તે અંગે પણ રિપોર્ટ સરકારમાં કરવાની તૈયારી કરાઇ હોવાની ચર્ચા છે.

Your email address will not be published.