ભરૂચમાં ડી.જેના તાલે કોરોનાને આમંત્રણ : ગાઇડલાઇનના ધજાગરા ઉડયા

| Updated: January 6, 2022 4:14 pm

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, પ્રથમ અને બીજી લહેરમાં કોરોનાનો કહેર જોવા મળ્યા બાદ ફરી એકવાર કોરોના ત્રીજી લહેરમાં દસ્તક આપી દીધી છે, ભરૂચ જિલ્લામાં પણ સતત કોરોનાના કેસોમાં વધારો નોંધાતા આખરે તંત્ર દ્વારા નિયમો કડક કરવામાં આવી રહ્યા છે, તે વચ્ચે નિયમોના ધજાગરા ઉડાવતો એક વિડીયો સોશિયલ મિડીયામાં ભારે વાયરલ થયો છે.

વિગતો એવી છે કે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોડગામ ખાતે લગ્નના સમારંભ નિમિત્તે યોજાયેલ ડી.જે પાર્ટીમાં હજારો યુવાનો ભેગા થઇ જતાં કોરોનાની ગાઈડલાઇનના સરેઆમ ધજાગરા ઉડવા સાથે નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું હતું, હજારોની સંખ્યામાં ભેગા થયેલા યુવાનોમાં ન તો કોઈએ માસ્ક પહેર્યું હતું ન તો સોશિયલ ડિસ્ટન્સનું કોઈએ પાલન કર્યું હતું.

સમગ્ર મામલા અંગેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ હતું, તો બીજી તરફ તંત્રના જાહેરનામાના સરેઆમ ઉડેલા ધજાગરા મામલે પોલીસ પણ અજાણ સાબિત થઇ હતી ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે આટલા મોટા આયોજનો અને મોટા પ્રમાણમાં ભેગા થયેલા લોકો મામલે તંત્ર બેખબર હોય તે વાત ગળે ઉતરે તેમ નથી, ત્યારે આ પ્રકારની બેદરકારી કોરોનાના કેસોમાં વધારો કરે તો નવાઈ નથી.

Your email address will not be published. Required fields are marked *