પુણેના એમસીએ સ્ટેડિયમ ખાતે IPL 2022ની 29ની મેચમાં ડેવિડ મિલર અને રાશિદ ખાનના શાનદાર પ્રદર્શનથી ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સનના હાથથી જીતતી મેચ છીનવી લીધી હતી અને રવીન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રણ વિકેટથી હરાવી.
આગાળની ઓવરોમાં વિકેટ ગુમાવ્યા છતાં, મિલરની અણનમ 94 અને રાશિદની 40 રનની પારીએ ગુજરાત ટાઈટન્સનની જીત માટેની ભાગીદારી રમી હતી. સીએસકે માટે ડ્વેન બ્રાવોએ ત્રણ જ્યારે મહેશ થીક્ષાનાએ બે વિકેટ ઝડપી હતી. સીએસકેની બેટિંગ દરમિયાન રુતુરાજ ગાયકવાડે 48 બોલમાં 73 રન અને અંબાતી રાયડુની ઝડપી 46 રનની પારીથી પાંચ વિકેટે 169 રન બનાવ્યા હતા. શરૂઆતની બે વિકેટો ગુમાવ્યા બાદ, ગાયકવાડ અને રાયડુએ ત્રીજી વિકેટ માટે 92 રન ઉમેર્યા, તે પહેલાં રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબેએ અનુક્રમે 22 અને 19 રનની પારી રમી હતી.
જીટી માટે અલઝારી જોસેફે બે વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ શમી અને યશ દયાલે એક-એક વિકેટ ઝડપી હતી. આ અગાઉ જીટીએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.
સ્કોર:
ચેન્નાઈ સુપર કિંગ્સ: 169/5 (20.0)
ગુજરાત ટાઈટન્સ: 170/7 (19.5)