IPL 2022: મુંબઈ ઇંડિયન્સની સતત આંઠમી હાર બાદ પ્લે-ઓફ્સમાં પહોંચવાની આશા નહિવત

| Updated: April 25, 2022 8:58 am

આઇપીએલ 2022માં કેએલ રાહુલની શાનદાર બીજી સદીની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સ 36 રનની આરામદાયક જીત નોંધાવીને પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડીયન્સને આઇપીએલની આ સીઝનની બહાર કરી દીધા હતા. કેએલ રાહુલે 62 બોલમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 103 રન બનાવ્યા હતા અને એલએસજીએ પોતાની પારીમાં 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા.

જવાબમાં, કેપ્ટન રોહિત શર્માએ મુંબાઇ માટે શરૂઆત સારી કરી હતી અને 31 બોલમાં 39 રન ફટકાર્યા હતા, પરંતુ તેના આઉટ થયા બાદ MIએ ફરી એકવાર નિરાશાનો સામનો કરવો પડ્યો હતો અને સ્કોર 67 પહોંચ્યો ત્યારે ટીમની ચાર વિકેટ પડી ગઈ હતી.

ત્યારબાદ તિલક વર્માએ 27 બોલમાં 38 રન મારીને એમઆઈને થોડી આશા આપી, પરંતુ એ આશા પણ વધુ સમય પારી સંભાળી ન શકી અને મુંબઈ 20 ઓવરમાં આંઠ વિકેટ ગુમાવીને 168 રનના લક્ષ્યાંક સાથે 132 રનમાં જ સમેટાઇ ગઈ હતી.  

આ સાથે જ પાંચ વખત ટાઇટલ જીતનાર ટીમ મુંબઈ ઇન્ડીયન્સ આઇપીએલના ઇતિહાસમાં સતત પ્રથમ આંઠ મેચ હારીને પોઇન્ટ્સ ટેબલમાં સૌથી છેલ્લા ક્રમાંકે રહેનારી પ્રથમ ટીમ બની હતી. નોંધનીય છે કે, મુંબઈના ખાતામાં હાલ શૂન્ય પોઈન્ટ છે.

Your email address will not be published.