ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 25 ગુજરાતી પોલીસ અધિકારીઓનું IPS નોમીનેશન મંજૂર

| Updated: April 21, 2022 9:23 pm

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં એસપીએસ અધિકારીઓને આઇપીએશનું નોમિનેશન થયું હોવાની ઘટના બની છે. ગુરુવારે મોડી સાંજે 25 જેટલા પોલીસ ઓફિસરોને આઇપએસ અધિકારીનું નોમિનેશન મળ્યું હતુ. ગુજરાતમાં આમ એસપીએસ અધિકારીઓની સંખ્યા 58 જેટલી હોય છે જેમ જેમ ખાલી થાય તેમ તેમ એસપીએસ અધિકારીઓને આઇપીએસનું નોમિનેશન આપાવમાં આવતું હોય છે. તાજેતરમાં જ નોમિનેશન પામેલા અનેક અધિકારીઓને જિલ્લા એસપી તરીકે મુકવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ એસપીએસ અધિકારી એટલે કે ડાયરેક્ટ ડીવાયએસપીમાંથી પ્રમોશન મેળવેલા અધિકારીઓ જેમાના 25 જેટલા ઓફિસરોને આઇપીએસનો નોમિનેશન આપવામાં આવ્યું છે. આઇપીએસ અધિકારીઓ તરીકે નોમીનેશનનું નોટીફીકેશન દિલ્હીથી બહાર પડ્યું હતુ. જેમાં ગુજરાતના 25 ઓફિસરોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. તેની તૈયારીઓ પણ થઇ રહી છે તેને ધ્યાને લઇને તાજેતરમાં મોટા પાયે જિલ્લા એસપી સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. હજુ પણ ઇલેક્શન તથા સમય મર્યાદા પૂર્ણ થયાના કિસ્સામાં અનેક બદલીઓ થવાની સંભાવના રહેલી છે. આઇપીએસ નોમિનેશન મળતા ગુજરાતી અધિકારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી આઇપીએસ નોમિનેશન અટકી રહ્યું હતુ. તેવામાં ગુજરાતમાં સ્થાનિક કેડરની પ્રમોટેડ 58 જગ્યાઓ છે તેમાં અનેક અધિકારીઓ છેલ્લા ટૂંક સમયમાં નિવૃત્ત થયા હતા અને તેમાં પણ સિનિયર આઇપીએસ કે.જી. ભાટી અને ડો. એમ. કે. નાયક તાજેતરમાં ચાલુ ફરજે બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. તેના કારણે વધુ બે જગ્યાઓ એસપીએસ અધિકારીઓની ખાલી પડી હતી. જેથી આટલી મોટી સંખ્યામાં અધિકારીઓને આઇપીએસ નોમિનેશન મળ્યું હતુ. જોકે ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં નોમીનેશન મળ્યું હોવાની ઘટના બની છે.

સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલીઓ

રાજ્યમાં ઇલેક્શન તો સમયે આવશે પરંતુ સમય મર્યાદા પૂર્ણ થતાં સિનિયર આઇપીએસ અધિકારીઓની ટૂંક સમયમાં બદલીઓની સંભાવના રહેલી છે. આ મહિના અંત સુધીમાં સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાય તેમ છે. રાજ્યમાં વડા પ્રધાન અને અન્ય દેશના મહાનુભાવો આવ્યા હોવાથી તેમની બદલી અટકી હતી.

Your email address will not be published.