આઇપીએસની ટ્રાન્સફર થઈ રહી નથીઃ સેટિંગ કરતા-કરતાં થાકી ગયા

| Updated: May 25, 2022 3:40 pm

આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર થતાં-થતાં રોકાઈ જાય છે. ટ્રાન્સફરની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. કેટલાક અધિકારી રાજકીય રીતે સેટિંગ કરે છે, પણ સમય વીતવાની સાથે આ સેટિંગ નિષ્ફળ થઈ જાય છે. આ પ્રકારે નેતાઓ અને અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સેટિંગ કરી વાંછિત પદ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ ટ્રાન્સફરની પ્રક્રિયા અટકી જાય છે. તેનો ફાયદો જુનિયર અધિકારી ઉઠાવી લે છે અને તે પોતાની સેટિંગ કરી લે છે છતાં પણ ટ્રાન્સફરની યાદી જારી થઈ રહી નથી. હવે તો સેટિંગ કરતા-કરતાં આઇપીએસ અધિકારી પણ થાકી ગયા છે.

શહેરમાં આવેલા નવા ડીસીપીનું સૂત્રઃ અપના સપના મની મની

તાજેતરમાં આવેલા ડીસીપી શહેરમાં પહેલા એસીપી તરીકે કાર્યરત હતા. હવે તે ડીસીપી બની અમદાવાદમાં આવ્યા છે. હવે તેમની લક્ષ્મી દેવીની કૃપાની જરૂરિયાત છે. આ માટે તેમણે તેમનો જૂનો અનુભવ કામમાં લીધો છે. તેમણે તાજેતરમાં નારોલમાં જ એક એજન્સીમાં કામ કરનારાને વહીવટદાર તરીકે પસંદ કર્યો, કેમકે તેણે પીઆઇને સારી કમાણી કરાવી આપી હતી. પણ એસએમના દરોડાના લીધે પીઆઇને સસ્પેન્ડ થવાની ફરજ પડી હતી. પણ નવા આવેલા તો ડીસીપી છે અને તેના લીધે તેમની સામે રાજ્યના ટોચના અધિકારીઓ દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે. તેમને ના તો સસ્પેન્શનનો ડર છે. તેથી તેમણે કોન્સ્ટેબલ હરેન્દ્રને વહીવટ સોંપી દીધો છે. તેને સીધો આદેશ જ આપી દેવામાં આવ્યો છે કે સ્થાનિક પીઆઇને જે પણ થાય પણ મની મની મનીનું આપણું સ્વપ્ન ખરાબ થવું ન જોઈએ.

મહિલા ડીસીપીને ડ્રગ્સમાં રસ નથી, લોકોને બેસવા નહીં દેવામાં રસ છે

હાલમાં જ શહેરમાં એક મહિલા અધિકારીની પોસ્ટિંગ કરવામાં આવી છે. જોકે હાલમાં જ ક્રાઈમ બ્રાન્ચે તેમના વિસ્તારમાંથી નશીલા પદાર્થોનો જંગી જથ્થો જપ્ત કર્યો છે, આ વિસ્તારમાં સૌથી વધુ કેફે હોવાથી અને એમડી ડ્રગ્સના વેચાણને લીધે લોકો મોડી રાત સુધી મોજ કરે છે. ઘણા લોકો રસ્તા પર ઝડપથી વાહન ચલાવીને સ્ટંટ પણ કરે છે, પણ મહિલા અધિકારીને આ બધુ રોકવામાં રસ નથી, પરંતુ જે લોકો તેમની કાર રસ્તાની બાજુએ પાર્ક કરે છે, તેઓ માટે સખત પગલાં લે છે.આ મહિલા ડીસીપી પોતે પોલીસ કાફલા સાથે લાકડી લઈને રવાના થાય છે અને લોકોને કડકાઈથી ઘરે જવાનું કહે છે, જો કોઈ ના પાડે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ પોલીસ વિભાગમાં એવી ચર્ચા છે કે, આ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ લોકો ફરતા હોય છે, તેથી મેડમને ટાર્ગેટ કરીને ચર્ચામાં આવવાનું સરળ છે

ગોમતીપુરમાં “લઠ્ઠાકાંડ ની આશંકા” લખેલ મેસેજ વાયરલ થયો

સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો હતો. જેમાં લખ્યું હતું કે ગોમતીપુરમાં વધુ એક તોફાન થવાની શક્યતા છે. કારણ કે શહેરમાં અગાઉ થયેલા તોફાનોમાં ઘણા લોકો માર્યા ગયા હતા, કેટલાક વહીવટદારની બદલી કરવામાં આવી હતી, શૈલેન્દ્ર સિંહ તેમાંથી એક હતા, આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જ્યારે તેઓ ગોમતીપુર વિસ્તરણમાં સક્રિય થયા હતા.મહત્વની વાત એ છે કે તે પોલીસ કમિશનરની કચેરીની સ્પેશિયલ બ્રાન્ચમાં નોકરી કરે છે, પરંતુ તેમ છતાં તેના આવા જ વર્તનને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ અધિકારીઓ ભલે ગમે તે કરે, પરંતુ વહીવટદારોને રોકવામાં તેઓ નિષ્ફળ જશે, તેવી ચર્ચા વહીવટદારો માં ચાલી રહી છે.

Your email address will not be published.