શું અમદાવાદ પર મંડરાઈ રહ્યો છે કોરોનાની ત્રીજી લહેરનો ખતરો?

| Updated: December 4, 2021 3:12 pm

આખરે જેનો ડર હતો એ સાચું પડયું છે. અને ગુજરાતમાં કોરોનાના વેરિયન્ટ ઓમિક્રૉનની એન્ટ્રી થઈ ગઈ છે. ઝીમ્બાબ્વેથી પરત આવેલ એક વ્યક્તિનો ઓમિક્રૉન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

હાલમાં દુબઈથી અમદાવાદ આવેલા 550 લોકોનું એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 30 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સંક્રમિત થયેલા મોટાભાગના લોકોની ઉંમર 16 થી 26 વર્ષની હોવાનું જાણવામાં આવ્યું છે.

ફરી એકવાર દિવસેને દિવસે કોરોનાના કેસો વધતાં જાઈ રહ્યા છે. ત્યારે સંભવત દેશ પર ત્રીજી લહેર આવવાનો ખતરો દેખાઈ રહ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ 5 થી 7 લોકોને તો દુબઈમાં જ કોરોનાની સારવાર શરુ કરવામાં આવી હતી.

જ્યારે બાકીના લોકો અમદાવાદ આવીને અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં અને હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. દરેક દર્દીના સેમ્પલ SVP હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આવા સમયે કોરોના ફરી એકવાર માથું ઊંચકી રહ્યો હોવાથી લોકોમાં ભયનો માહોલ જણાય રહ્યો છે.

24 કલાકમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં નવા 15 કેસ, રાજકોટમાં 2 કેસ, વડોદરામાં 5 કેસ, સુરતમાં 6 કેસ, ગાંધીનગર, ભાવનગર તેમજ જામનગરમાં 1-1 કેસ નોંધાયા છે.

ત્યારે, શું હવે તંત્રએ એલર્ટ થવું જોઈએ?

Your email address will not be published.