કાબુલમાં થયેલા ઘાતક વિસ્ફોટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠને લીધી

| Updated: August 6, 2022 2:26 pm

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શિયા રહેણાંક વિસ્તારમાં શુક્રવારે થયેલા ઘાતક વિસ્ફોટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ (IS) આતંકવાદી સંગઠને લીધી છે.

પોલીસ જણાવ્યું કે, વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા અને 18 લોકો ઘાયલ થયા હતા. આતંકવાદી સંગઠને એક નિવેદનમાં જણાવ્યું કે, પશ્ચિમ કાબુલમાં થયેલા હુમલામાં 20 લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. પોલીસ પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું હતું કે, વિસ્ફોટ ભીડવાળી જગ્યાએ થયો હતો.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં ઘટના સ્થળે વિસ્ફોટ થયા બાદ માણસો ઘાયલોને મદદ કરવા દોડી આવતા દેખાય છે.

એક વરિષ્ઠ તાલિબાનના સુરક્ષા અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વિસ્ફોટકો શાકભાજીની ગાડીમાં મૂકવામાં આવ્યા હતા અને વિસ્ફોટના પરિણામે મહિલાઓ અને બાળકો સહિત 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે મોટાભાગના ઘાયલ લોકોને ગંભીર ઈજા થવાથી મૃત્યુઆંક વધી શકે છે.

2014 થી અફઘાનિસ્તાનમાં કાર્યરત IS સંલગ્નને દેશની સૌથી ગંભીર સુરક્ષા પડકાર તરીકે જોવામાં આવે છે કારણ કે તાલિબાને ગયા વર્ષે ઓગસ્ટમાં દેશનો કબજો મેળવ્યો હતો.

આ પણ વાંચો: કાબુલ ગુરુદ્વારા પર શનિવારના હુમલા બાદ ભારતીય ગૃહ મંત્રાલયએ 100થી વધુ અફઘાન શીખો, હિન્દુઓને ઇ-વિઝા આપ્યા: અહેવાલ

Your email address will not be published.