ઇસરોએ સિંગાપોરના ત્રણ સેટેલાઇટ સાથે પીએસએલવી-સી53 મિશન લોન્ચ કર્યું

| Updated: July 1, 2022 10:28 am

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ ગુરુવારે સાંજે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ત્રણ સેટેલાઈટ લોન્ચ કર્યા હતા.આ ત્રણેય સેટેલાઇટ સિંગાપોરના છે અને તેને પીએસએલવી-સી 53  દ્વારા લોન્ચ કરાયા હતા.પીએસએલવીનો અર્થ થાય છે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ.

ઇસરોએ અગાઉ જણાવ્યું હતું કે, આ તેની કોમર્શિયલ શાખા ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ)નું બીજું કોમર્શિયલ મિશન હશે અને ભારતના સ્પેસ વર્કહોર્સ – પીએસએલવી સાથેનું  55મું મિશન હશે.

આ ત્રણ સેટેલાઇટમાં સિંગાપોરનાં ડીએસ-ઇઓ અને ન્યુસાર છે જે રિપબ્લિક ઓફ કોરિયાના સ્ટારેક ઇનિશિયેટિવ દ્વારા બનાવવામાં આવ્યા છે.ત્રીજો સેટેલાઇટ સિંગાપોરની નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી (એનટીયુ)નો 2.8 કિલોનો સ્કૂબ -1 છે.

ડીએસ-ઇઓ 0.5 મીટર રિઝોલ્યુશન ઇમેજિંગ ક્ષમતા સાથે ઇલેક્ટ્રો-ઓપ્ટિક, મલ્ટિ-સ્પેક્ટરલ પેલોડ ધરાવે છે, જ્યારે ન્યૂસર સિંગાપોરનો પહેલો નાનો કોમર્શિયલ સેટેલાઇટ છે, જે એસએઆર  પેલોડનું વહન કરે છે.આ સેટેલાઇટ દિવસના 24 કલાક અને તમામ હવામાનની સ્થિતિમાં ઇમેજીસ આપી શકે છે.

સ્કૂબ-1 ઉપગ્રહ સ્ટુડન્ટ્સ સિરીઝનો (S3-I)માં પ્રથમ ઉપગ્રહ છે – જે એનટીયુના સેટેલાઇટ રિસર્ચ સેન્ટર (એસએઆરસી)ના સેટુડેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ છે.

ઇસરોએ ટ્વીટ કર્યું હતું કે, તે પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ (પીઓએમ) સાથે પૃથ્વીની પરિક્રમા કરી રહેલા સ્થિર પ્લેટફોર્મ તરીકે છે. પીઓએમમાં પીએસ4 સ્ટેજનો ઉપયોગ ઓર્બિટલ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવ્યો છે, ઇસરોએ જણાવ્યું હતું કે, આ પહેલીવાર છે જ્યારે તે સ્થિર પ્લેટફોર્મ તરીકે પૃથ્વીની પરિક્રમા કરશે.

આ વર્ષનું બીજું પીએસએલવી મિશન છે. ફેબ્રુઆરીમાં ઇસરોએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ઇઓએસ-04 અને બે નાના સેટેલાઇટ લોન્ચ કર્યા હતા.

Your email address will not be published.