સુરતીઓની વિદેશમાં રહેલી બેનામી સંપત્તિ પર આઇટીની નજર; 300 કરદાતાઓનું વિદેશમાં રોકાણ

| Updated: June 15, 2022 1:30 pm

આવક વેરા વિભાગ દ્વારા વિદેશમાં રહેલી બેનામી સંપત્તિ ઉપર તપાસ કરવા માટે રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં ફોરેન એસેટ ઇન્વેસ્ટીગેશન યુનિટ બનાવવામાં આવ્યુ છે. હાલમાં સુરતના યુનિટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ૩૦૦ કરદાતાઓએ વિદેશમાં મોટાપાયે રોકાણ કર્યું હોવાની વિગતો બહાર આવી છે. જેથી આ તમામ રોકાણકારો સામે ઇન્કમટેકસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા ઉભી થઇ છે.

સુરત આયકર વિભાગના ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટને સુરત અને દક્ષિણ ગુજરાતના ૩૦૦ કરદાતાઓની માહિતી મળી છે કે જેમના વિદેશમાં બેંક ખાતામાં મોટી રકમ છે, શેરબજારમાં રોકાણ કર્યું છે અથવા તો જમીન-મકાન અને હોટલ વેપારમાં મોટુ રોકાણ કર્યું છે. તેમની આવકના સ્ત્રોતોની તપાસ શરુ કરવામાં આવી છે. બે ઉદ્યોગકારોના તો વિદેશમાં ચાર્ટડ પ્લેન હોવાની માહિતીની પણ ડિપાર્ટમેન્ટે તપાસ શરુ કરી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે વેપાર-ઉધોગ ફેલાયો છે. કાપડ અને હીરા ઉધોગની સાથે દક્ષિણ ગુજરાતમાં કેમિકલ, મેડિકલ ઇન્ડસ્ટ્રી સહિત અનેક કંપનીઓ છે. અહીના ઉધોગકારો વારંવાર વેપારના કામથી વિદેશોમાં અવર-જવર કરે છે. વેપાર ઉધોગની જરુરિયાત પ્રમાણે અને વ્યાપ વધારવા માટે સુરતના કેટલાક ઉધોગકારોએ વિદેશોમાં પણ રોકાણ કર્યું છે.

જે લોકોની માહિતી વિદેશથી આવી છે તેઓએ તેમના રિટર્નમાં વિદેશની સંપત્તિઓ જાહેર કરી છે કે નહીં તેની ઇન્ક્વાયરી ડિપાર્ટમેન્ટે શરુ કરી છે. તે ઉપરાંત વિદેશમાં પણ ત્યાંની સરકારને ઇન્કમટેક્સમાં આ માહિતી દર્શાવી છે કે નહીં તેની વિગતો પણ માંગી છે.

આ પણ વાંચો: આવકવેરાના દરોડા પાછળ કેટલો ખર્ચ થાય છે? ગુજરાત શા માટે ફેવરિટ છે?

Your email address will not be published.