રાજયમાં છેલ્લા બે દિવસથી ગરમીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે કે આગામી જૂન મહિનાની 10 તારીખની આસપાસ વરસાદનું આગમન થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, જૂનના પ્રારંભે મેઘરાજાની એન્ટ્રી થવાની શક્યતા છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે. તો બીજી બાજુ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી પાંચેક દિવસમાં કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં આગામી ચારથી પાંચ દિવસમાં વરસાદ પડી શકે છે.
ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઇ જશે. કેરળમાં 27 મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48 % વરસાદ નોંધાયો હતો.
મે મહિનાના અંત સુધી ગરમીના પ્રમાણમાં વધારો અને ઘટાડો જોવા મળી શકે છે. જો કે 18 તારીખ બાદ ગરમીનું પ્રમાણ વધી શકે છે અને તાપમાન 45 ડિગ્રીથી વધારે નહીં જાય. મ કે આગામી ત્રણથી ચાર દિવસમાં દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશાનો પવન ફૂંકાવવાનો શરૂ થઇ જશે, જેને કારણે અરબી સમુદ્રમાંથી જે હવા આવશે એ તાપમાન વધવા દેશે નહીં.