આપણાં સૂર્યમંડળના આ બે ગ્રહો પર રીતસર હીરાનો થાય છે વરસાદ

| Updated: July 6, 2022 10:10 am

છેલ્લા કેટલાક મહિનાઓથી ગરમીથી ત્રસ્ત ભારતનાં મોટાભાગનાં વિસ્તારોમાં ચોમાસનાં આગમનથી રાહતની લાગણી વ્યાપી છે. વરસાદ પડતાં જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પૃથ્વી પરનો વરસાદ પાણી (હાઇડ્રોજન અને ઓક્સિજન)ના ટીપાંથી બનેલો છે, ત્યારે કેટલાક ગ્રહો એવા છે જ્યાં રીતસર હીરાનો વરસાદ થાય છે.

આ ગ્રહો પર તાપમાન અને દબાણ એટલું વધારે છે કે કાર્બન પરમાણુઓ હીરામાં ફેરવાય છે. આ ગ્રહો પૃથ્વીથી બહુ દૂર નથી અને આપણા સૌરમંડળમાં જ છે.આ ગ્રહો છે- યુરેનસ અને નેપ્ચ્યૂન.

આ બંને ગ્રહો તેમનાં વાદળી રગંની ઝાંયના કારણે અનોખા છે. આ બંને ગ્રહોમાં એવી સ્થિતિ છે જે કાર્બન પરમાણુઓને સખત દબાણથી હીરા બનાવે છે. જોકે કોઇ આ હીરા લેવા ત્યાં જઇ શકે તેમ નથી.

હીરાનો વરસાદ કેમ થાય છે?
યુરેનસ અને નેપ્ચ્યુન તેમના વાદળી રંગના અનોખા શેડથી ઓળખાય છે.જે સરખા દેખાય છે, તેમ છતાં, લાક્ષણિકતાઓમાં ખૂબ જ અલગ છે. આ ગ્રહો મિથેનનાં કારણે વાદળી રંગનાં દેખાય છે. મિથેનનું બાષ્પીભવન થાય છે અને મુખ્ય ધુમ્મસવાળા કણોને મુક્ત કરે છે.

નાસાના પોડકાસ્ટમાં એસ્ટ્રોફિઝિસિસ્ટ નાઓમી રોવે-ગુર્નીએ જણાવ્યું હતું કે આ બંને ગ્રહો વાદળી છે તેનું કારણ મિથેન છે અને મિથેનમાં કાર્બન પોતે જ પેદા થઈ શકે છે અને વાતાવરણમાં કાર્બન પર ભારે દબાણ આવે છે.

ગ્રહ પર જ્યારે તે ગરમ અને ગાઢ બને છે, ત્યારે તેમાંથી હીરા બને છે અને એકઠા થાય છે, અને પછી તે વધુ ભારે બને છે. તેનો અર્થ એ છે કે તેઓ વાતાવરણમાં એક પ્રકારે હીરાનો વરસાદ વરસાવે છે.

જો કે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ વરસાદ આપણે અહીં જોઈ શકતા નથી અને આપણે ત્યાં ક્યારેય પહોંચી શકીશું નહીં.

Your email address will not be published.