જગદીપ ધનખડ બન્યા દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, 725 પૈકી 528 મત મળ્યા

| Updated: August 6, 2022 8:09 pm

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર વિશ્વદીપ જગદીપ ધનખડ બાજી મારી ગયા છે. ધનખડને 528 મતો મળ્યા છે તેમના વિરોધી માર્ગરેટ અલ્વાને 182 મતો મળ્યા છે. ધનખડ હવે 11 અગસ્ટના દિવસે શપથ લેશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાલ 10 ઓગસ્ટના દિવસે સમાપ્ત થઈ રહ્યું છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર જગદીપ ધનખરે 528 મતોથી જીત મેળવી છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. તેઓ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ હશે. તેમની જીત બાદ રાજસ્થાનથી લઈને દિલ્હી સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. TMCએ તેના 36 સાંસદોને મતદાનથી દૂર રહેવા માટે કહ્યું હતું, જોકે TMC સાંસદ શિશિર અધિકારી તથા દિવ્યેન્દ્ર અધિકારીએ મમતાના નિર્ણય સામે મતદાન કર્યું હતુ.

આ અગાઉ ઉપરાષ્ટ્રપતિ પદ માટે PM મોદી ઉપરાંત હેમા, રવિ કિશન અને ભજ્જીએ પણ વોટિંગ કર્યું હતું. આંકડાના હિસાબથી NDAના ઉમેદવાર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. માર્ગરેટ અલ્વા તેમને ટક્કર આપી રહ્યાં છે.

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે બપોરે 2 વાગ્યા સુધીમાં જ 85 ટકા મતદાન થઈ ચૂક્યું હતુ. સંસદના બન્ને ગૃહોના 780 સાંસદો પૈકી લગભગ 670 સાંસદોએ ત્યાં સુધીમાં પોતાનો મત આપી દીધો હતો. જ્યારે મતદાન પૂર્ણ થવા સુધીમાં 780માંથી 725 સાંસદોએ મતદાન કર્યું હતુ. જ્યારે TMCએ પોતાના 36 સાંસદોને વોટિંગથી દૂર રહેવાનો આદેશ આપ્યો હતો. જો કે તૃણમૂલ સાંસદ શિશિર અધિકારી અને દિવ્યેન્દુ અધિકારીએ મમતા બેનરજીના આદેશ વિરુદ્ધ જઈને મતદાન કર્યું હતુ.

જ્યારે એક સમયે ભાજપના ગઠબંધનમાં સહયોગી રહેલા શિરોમણી અકાલી દળે પણ NDA ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન જાહેર કર્યું હતુ. ખુદ અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલે આ અંગેની જાણકારી આપી હતી.

Your email address will not be published.