ખંભાત અને હિંમતનગરની હિંસા અંગે જગદીશ ઠાકોરે ભાજપને આડેહાથ લીધી

| Updated: April 13, 2022 7:21 pm

ખંભાત અને હિંમતનગરની ઘટનાને લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ જણાવ્યું કે જયારે પણ ભાજપ સરકાર નિષ્ફળ જાય છે ત્યારે રાજયમાં આવા બનાવો બનતા હોય છે અને કોંગ્રેસના કાર્યકરો પકડવામાં આવતા હોવાનો આરોપ તેઓએ લગાવ્યો હતો.

રઘુ શર્મા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં મોંઘવારી પર ચર્ચાઓ કરવામાં આવી હતી. મોંઘવારી પર તેઓએ જણાવ્યું કે જે મંત્રીઓને કાંઈ પણ સમજ પડતી તે લોકો નિવેદન આપે છે કે, યુક્રેનના યુદ્ધના કારણે મોંઘવારી વધી છે. દૂધ, શાકભાજી, પેટ્રોલ શું યુક્રેનની આવે છે. તમારી અણઆવડતના કારણે ભાવો વધી રહ્યા છે.

વધુમાં તેઓ ખંભાત અને હિંમતનગરના બનાવો પર ચર્ચા કરી હતી. આ બનાવોને લઈ તેઓએ ભાજપ સરકારને આડેહાથ લીધી છે. ભાજપની સરકાર નિષ્ફળ જાય ત્યારે આવા બનાવો બનતા હોય છે. પ્રધાનમંત્રી આવવાના હોય છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોને પકડવામાં આવતા હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો.

વધુમાં જગદીશ ઠાકોરે કહ્યુ કે, બનાવો બનતા પહેલા કેમ કાર્યવાહી થતી નથી. હવે તમે પાકિસ્તાન અને અફગાનિસ્તાન કનેક્શન કહો છો. વિપક્ષના નેતાના ફોન ટેપ કરી શકો છો તો આ વિદેશી ફોન કેમ ટેપ ન થયા. આ અંગે તટસ્થ તપાસ થવી જોઈએ તેવી તેમણે માગણી કરી છે. તેમણે કહ્યું કે, CCTVના માધ્યમથી જે લોકો સંડોવાયા છે તેની ધરપકડ કરો.

તો બીજી બાજુ હાર્દિકના નિવેદનને લઈ પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું કે, કોંગ્રેસે પહેલા દિવસથી જ નરેશ પટેલને પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ નરેશભાઈનું સ્વાગત કરે છે. નરેશ પટેલે જે કહ્યું છે કે, મારે સમાજને પૂછવાનું બાકી છે. ક્યાં પક્ષમાં જવું તે નિર્ણય નરેશભાઈએ લેવાનો છે. નરેશભાઈ નિર્ણય ન કરે ત્યાં સુધી કોંગ્રેસે જાહેરાત ન કરવાની હોય. હાર્દિકને પૂછી શું કે તમે ક્યાં આધારે આ વાત કરી છે. અમે હાર્દિક પટેલ સાથે બેસીને વાત કરીશું.

Your email address will not be published.