જમાલપુર અને રાયખડ બન્યુ નશાનું હબ, પોલીસતંત્ર ઘોર નિંદ્રામાં, પેડલરોથી ફાલ્યો ફુલ્યો નશાનો કારોબાર

| Updated: July 5, 2022 2:00 pm

અમદાવાદમાં હવે કફ સિરપના નશાના ધંધામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગાયકવાડ હવેલી પોલીસે જમાલપુર વિસ્તારમાંથી 28 હજારની કિંમતની કફ સિરપની બોટલો સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હાલ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના જમાલપુર, કારંજ અને કાલુપુર જેવા વિસ્તારમાં નશાના ધંધામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં સમાજના આગેવાનો દ્વારા આ બધી હટાડવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગાયકવાડ હવેલી પોલીસને મળેલ બાતમીના આધારે જમાલપુરમાં આવેલ સોદાગરની પોળમાં રેડ કરવામાં આવી હતી. આ રેડમાં 28 હજારની કિંમતની કફ સિરપની બોટલો ઝડપી પાડવામાં આવી હતી. આ બોટલો સાથે આરોપી ફૈઝાન ઉર્ફે બાબુ કાળીયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ એ હાલ તેની સામે કાર્યવાહી કરી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કફ સિરપના વેચાણ પર અલગ અલગ એજન્સીઓ દ્વારા રેડ કરવામાં આવે છે. તેમ છતાં અમુક વિસ્તારમાં આ દૂષણ કાર્યરત જ છે. જેમાં ખાસ કરીને શહેરના કારણ જ વિસ્તારમાં નાના બાળકો સોલ્યુશનની ટ્યૂબ સુંઘવાનો નશો કરે છે તેમજ આ વિસ્તારમાં એમ ડી ડ્રગ્સ પણ મળતું આવવાની વાતો અને એક વખત ચર્ચા છે.

વાઈબ્સ ઓફ ઈન્ડિયા સાથે એક વ્યક્તિએ નામ ન લેવાની શરતે જણાવ્યું છે કે, અમે લોકો આ નશાના વેપારને લઈ કંટાળી ગયા છે અને અમારા ઘરની મહિલાઓ પણ હવે બહાર નીકળતા ડરે છે જેથી આ અંગે અમે લોકો જયારે પણ સ્થાનિક ધારાસભ્ય અથવા પોલીસને રજૂઆત કરવા માટે જાય છે તે પહેલા ત્યાના બુટલેગરો દ્વારા ધાકધમકીઓ આપવામાં આવતી હોય છે.

તમને જણાવી દઈએ કે, રાયખડ દરવાજા પાસે આવેલ રિવરફ્રન્ટ પર વહેલી સવારે એમડી ડ્રગ્સની હેરફેરી કરવામાં આવી રહી છે. આ વિસ્તાર ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરમાં આવેલ છે. તો પણ પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવી લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી બાજુ જમાલપુર દરવાજા પાસે સાંજના સમયથી મોડી રાત સુધી કફ સિરપનો મોટા પાયે વેચાણ થતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જમાલપુર અને રાયખડ વિસ્તારમાં નશાનો વેચાણ ધૂમ થઈ રહ્યું છે પરતું પોલીસ દ્વારા હાલ કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

ડ્રગ માફિયા સળિયા પાછળ તો પણ પેડલરોથી ફાલ્યો ફુલ્યો નશાનો કારોબાર

કોટ વિસ્તારમાં છુટાછવાયા પેડલરો દ્વારા એમડી ડ્રગ્સ, ગાજા અને કફ સિરપનો ધંધો બિન્ઘાસ્ત કરવામાં આવી રહ્યો છે. હવે પેડલરો જ ડિલવરી કરવા માટે જતા હોવાની માહિતી સામે આવી છે. જો કે, કેટલાક ડ્રગ્સ માફિયાઓ હાલ જેલ પાછળ છે પરતું તેઓનો આ ધંધો હવે પેડલરો દ્વારા સંભળવામાં આવી રહ્યો છે.

ફોન પર કોડવર્ડથી ધંધો કરવાની નવી ટેકનિક

જમાલપુર, શાહેઆલમ, રાયખડ સહિતના વિસ્તારોમાં છુટાછવાયા પેડલરો દ્વારા મોટા પ્રમાણમાં નશાનો કારોબાર કરવામાં આવી રહ્યો છે. આ લોકો ગ્રાહકો આવે તે સમયે કોડવર્ડ બદલીને વાત કરતા હોય છે અને તે પોતાના રેગ્યુલર ગ્રાહકોને જ માલ આપતા હોય છે. આ સાથે જાણવા મળેલી માહિતી પ્રમાણે ઘણા ડિલરો હાલ ફોન પર ધંધો કરી રહ્યા છે. પોલીસના સંકજાથી બચવા માટે તેઓ જાતે જ ડિલિવરી કરવા માટે જતા હોવાની માહિતી સામે આવી રહી છે.

Your email address will not be published.