‘ભ્રષ્ટાચાર કરને સે ઝુકેગા નહિ’,મહિલા કોર્પોરેટરે કર્યો પુષ્પા સ્ટાઇલ વિરોધ

| Updated: April 20, 2022 6:59 pm

જામનગર મહાનગરપાલિકામાં આજરોજ ટાઉનહોલ ખાતે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જનરલ બોર્ડ યોજાઈ તે પહેલા જ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયાએ અનોખો વિરોધ કર્યો હતો.

મહિલા કોર્પોરેટરે એક ભ્રષ્ટાચારી અધિકારી બની અનોખો વિરોધ કર્યો હતો. પુષ્પા મુવીના ડાયલોગ- “ઝુકેગા નહિ” સ્ટાઈલમાં વિરોધ કર્યો હતો. જામનગર મહાનગરપાલિકાની ICDC શાખામાં એક અધિકારી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે, છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને આ ભ્રષ્ટાચારી અધિકારીને બચાવ આવી રહ્યું છે, તેવો તેમણે આક્ષેપ લગાવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકામાં કવર ભ્રષ્ટાચાર મામલે શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ભારે હોબાળો થતો જોવા મળી રહ્યો હોય છે. કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા અધિકારીના પોશાકમાં ટાઉન ખાતે પહોંચ્યા હતા અને તેમણે ICDC વિભાગના મુખ્ય અધિકારીનું ભ્રષ્ટાચાર ખુલ્લુ પાડ્યું હતું.

સમગ્ર દેશમાં હાલ પુષ્પા મુવી નો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકારણમાં પણ લોકો પુષ્પા મુવીના ઝુકેગા નહિ ડાયલોગથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જામનગર મહાનગર પાલિકામાં ICDC વીભાગમાં ફરજ બજાવતા અશોક જોશી ખુલ્લે આમ કોઈ પણ જાતના ડર વિના પ્રચાર કરી રહ્યા છે જો કે શાસક પક્ષના નેતાઓને ખ્યાલ હોવા છતાં પણ તેની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. કોર્પોરેટર રચના નંદાણીયાએ અધિકારી સામે ACB તપાસ કરવાની માંગ પણ કરવામાં આવે તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

અહેવાલ: મનસુખ સોલંકી, જામનગર

Your email address will not be published.