જામનગરના પ્રોફેસર પહોંચીયા, કૌન બનેગા કરોડપતિની નવી 14મી સિઝનમાં…

| Updated: August 6, 2022 1:36 pm

કૌન બનેગા કરોડપતિની નવી 14મી સિઝન શરૂ થવા જઈ રહી છે.આ સિઝનની લોકો આતૂરતાથી રાહ જોઇ રહ્યા છે.કેમકે લોકોને આ શો ખુબ પસંદ આવે છે એક પછી એક ધણી સિઝન આવી છે જે લોકોને ખુબ જ પંસદ આવી હતી.

રાજકોટમાં રહેતો તેમજ જામનગર ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવતો હાર્દિક જોશી વર્ષોની મહેનત બાદ હોટસીટ પર પહોંચી ચુક્યો છે જેને લઇને ગુજરાતમાં પણ ગર્વની લાગણી છે.તેમણે આ મહેનત વર્ષોથી કરી છે.

મળતી માહિતી અનૂસાર તેમણે એપિસોડ શૂટ પણ કરી લીધો છે.આ એપિસોડ 8 અને 9 ઓગષ્ટનાં રોજ પ્રસારિત થવાનો છે.હાર્દિકે તેને લઇને ખુબ જ ખુશ છે

મળતી માહિતી અનૂસાર તે રાજકોટ ખાતે રહે છે અને જામનગર પોલીટેકનિકલ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.અમિતાભ બચ્ચનબે રૂબરૂ મળીને તેઓ ખૂબ ખુશ છે.તેઓ આ શ્રેય પોતાના વડીલોને આપે છે.2009થી હું કેબીસી માટે પ્રયત્ન કરી રહ્યો હતો અને આજે મને આટલા સમય બાદ સફળતા મળી છે.

હોટસીટ પર બેસવા માટે અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું હોય છે, અને તેઓ એક મડિયાને જણાવે છે કે
અમિતાભ બચ્ચનનાં મોઢે મારુ નામ સાંભળતા તો મારું હૃદય ધબકવાનું ચુકી ગયું હોય તેવો અવર્ણનીય અનુભવ થયો હતો અને તે મારા જીવનનો સૌથી સારો અનૂભવ છે

તેઓ આ શો માંથી કેટલી રકમ જીત્યા તે હજુ પણ કોઇને જણાવ્યું નથી.પરંતુ આ વખતે જે એપિસોડ આવવાના છે 8 અને 9 ઓગષ્ટનાં તેમા આપણે જાણવા મળશે કે તેઓ કેટલી રકમ જીત્યાં તો તેઓ એક ઉદાહરણ છે કે તમે કોઇ પણ જગ્યાએથી હોવ પરંતુ તમે કોઇ પણ જગ્યાએ મહેનત કરીને પહોંચી શકો છો.પછી તે કોઇ પણ વિસ્તાર હોય કે ગામ હોઇ કે દેશ હોય મહેનત ચોક્કસથી રંગ લાવે છે અને તમને જીત અપાવે છે

Your email address will not be published.