Janhvi Kapoor ની બ્લેક કોમેડી ક્રાઈમ ફિલ્મ ગુડ લક જેરી રિલીઝ

| Updated: July 29, 2022 2:13 pm

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અભિનિત બ્લેક કોમેડી ફિલ્મ ગુડ લક જેરી આજે શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં જાહ્વવી કપૂર મુખ્ય ભૂમિકા છે. તેની સાથે દીપક ડોબરિયા, મીતા વશિષ્ઠ, નીરજ સુદ અને સુશાંતસિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ તમિલ ફિલ્મ કોલામાવુ કોકિલાની રિમેક છે. તે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ ગઈ છે.

ગુડ લક જેરીમાં જાહ્નવી કપૂરે (Janhvi Kapoor) જેરીની મુખ્ય ભૂમિકા ભજવી છે. જે તેના માતા-પિતાની સંભાળ રાખવા માટે નોકરી શોધવા માટે સંઘર્ષ કરે છે. તે બિહારની એક ઇમિગ્રન્ટ છે જે પંજાબમાં ડ્રગ ડીલર બને છે. અને ડ્રગ માફિયાની દુનિયામાં ફસાઈ જાય છે.

જાહ્નવી ડ્રગ-ડીલર ગેંગ પાસે કામ મેળવવા માટે જાય છે, જ્યાં તેને કહેવામાં આવે છે કે આ નોકરી મહિલાઓ માટે નથી. પણ પછી તેના જીવનમાં ખરાબ સમય આવે છે, જ્યારે તેની માતાને સ્ટેજ 2 ફેફસાના કેન્સર હોવાનું નિદાન થાય છે. તેની માતાની સારવાર માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે જેરી નિર્ભય ડ્રગ ડીલર તરીકે કામ કરવાનું શરૂ કરે છે, અને ગુનાઓ આચરતી વખતે જીવલેણ પરિસ્થિતિઓનો સામનો કરે છે. ટ્રેલરમાં દીપક ડોબરિયાલ પણ જાહ્નવીના પ્રશંસક તરીકે જોવા મળે છે.

બ્લેક કોમેડી ક્રાઈમ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ સેનગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે અને સુબાસ્કરન અલીરાજાહ, આનંદ એલ. રાય અને મહાવીર જૈન દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે, તેની સાથે દીપક ડોબરિયાલ, મીતા વશિષ્ઠ, નીરજ સૂદ અને સુશાંત સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ તમિલ ફિલ્મ કોલામાવુ કોકિલાની રિમેક છે અને ડિઝની+ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે.

આ પણ વાંચો: એક્શન-એડવેન્ચરથી ભરપૂર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર રિલીઝ

Your email address will not be published.