જન્માષ્ટમીના લોકમેળાને મળી મંજૂરી, સૌરાષ્ટ્રવાસીઓ મલકાયા

| Updated: June 8, 2022 5:26 pm

કોરોનાના બે વર્ષથી કોઇ મેળાને મંજૂરી આપવામાં આવી નથી પરંતુ સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે કે આ વર્ષના જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રના લોકમેળા યોજાવાની જાહેરાત તંત્ર દ્રારા કરવામાં આવી છે,આ મેળાને મંજૂરી મળતાની સાથે લોકોમાં ખુશી જોવા મળી રહી છે.17 થઈ 21 ઓગસ્ટ સુધી 5 દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવશે,જિલ્લા વહીવટી દ્રારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાશે. જેના કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે.જોકે આગામી સમયમાં હજુ પણ બે બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ત્યાર બાદ મેળાની રૂપરેખા આપવામાં આવશે.

આ વર્ષે લોકમેળાને ફરીથી કોરોનાનુ ગ્રહણ ન લાગે લોકો તેવી પણ ઇચ્છા રાખી રહ્યા છે. કેમકે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેને પગલે હવે લોકોને ચિંતા પણ થઇ રહી છે કે આ વર્ષના આયોજનની પરવાનગી તો આપી દેવામાં આવી છે પણ શુ કોરોના આ મેળો થવા દેશે કે નહી તે પણ હવે લોકોને મુજવણ થઈ રહી છે.

દર વખતે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેળાનું આયોજન કરવામાં આવે છે.આ મેળામાં 10 લાખ લોકો મુલાકાત લેતા હોય છે.રાંધણ છઠ થી આ મેળાની શરૂઆત થતી હોય છે.

લોકમેળો ના યોજવાના કારણે રોજીઓ અટકી

છેલ્લા બે વર્ષથી લોકમેળાનું આયોજન થયું ન હતું જેના કારણે મેળા સાથે જોડાયેલ લોકોને ધણી બધી સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

Your email address will not be published.